સાંઇના રહસ્યો પરથી ઉઠશે પદડો, વાંચો આજના ખાસ સમાચાર
ગાંધીનગર, 9 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલા નારાયણ સાઇના કાળા કામો પરથી દરરોજ પડદો ઉઠી રહ્યો છે. માહિતી અનુસાર નારાયણ સાઇની પત્ની જાનકી આજે સુરત પોલીસના સમન્સ લઇને ડીસીબી ઓફીસ પહોંચી હતી, જ્યાં સાઇના અનેક રહસ્યો ખુલશે તેવી વાતો ચર્ચાઇ રહી છે. રાજોકટના ભાવનગર હાઇવે પાસે રાજસમઠિયાળા ગામ નજીક ટ્રક અને મેટાડોર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ પત્ની ફોડશે સાઇનો ફાંડો, ખુલશે અનેક રહસ્ય
બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલા નારાયણ સાઇના કાળા કામો પરથી દરરોજ પડદો ઉઠી રહ્યો છે. માહિતી અનુસાર નારાયણ સાઇની પત્ની જાનકી આજે સુરત પોલીસના સમન્સ લઇને ડીસીબી ઓફીસ પહોંચી હતી, જ્યાં સાઇના અનેક રહસ્યો ખુલશે તેવી વાતો ચર્ચાઇ રહી છે. મળતી માહિતી અનુસાર નારાયણ સાઇ અને જાનકીના મધુર સંબંધો જમનાના પુત્રને લઇને વણસ્યા છે, જેને લઇને જાનકી અગાઉ પણ સુરત પોલીસ સામે અનેક ચોંકવનારા ખુલાસા કરી ચૂકી છે. ત્યારે આ વખતે પણ પૂછપરછ દરમિયાન જાનકી સાઇના અનેક કૌભાંડો પરથી પડદો ઉઠાવશે લોક ચર્ચા થઇ રહી છે.

ચાર રાજ્યોમાં કેસરિયો લહેરાયોઃ રાજકોટમાં ઉજવણી
લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ ગણાતી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમત છે, જ્યારે દિલ્હીમાં ભાજપ પાસે બહુમત નથી પરંતુ ગઇ વિધાનસભાની ચૂંટણી કરતા સારો દેખાવ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરના ભાજપ કાર્યાલય પાસે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટઃ ટ્રક અને મેટાડોર વચ્ચે ટક્કરમાં બેના મોત
રાજોકટના ભાવનગર હાઇવે પાસે રાજસમઠિયાળા ગામ નજીક ટ્રક અને મેટાડોર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. માહિતી અનુસાર ખેડૂતો લાખાપરથી શાકભાજી લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યાં હતા ત્યારે રાજસમઢિયાળા સ્થિત રંગુન માતાના મંદિર ખાતે આ અકસ્માત સર્જાયો હતો

સુરતઃ સાઇની મોડી રાત સુધી પૂછપરછ
સુરત ખાતે બળાત્કારના આરોપી નારાયણ સાઇ, સાધક હનુમાન અને ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણેયને સુરત ડીસીપી ઓફીસ ખાતે લાવવામાં આવ્યા હતા, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નારાયણ સાઇ અને રમેશને ઘટના સ્થળે લઇ જવામાં આવશે અને ત્યાં પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. રમેશે નારાયણ સાઇને છૂપવામાં અને મોબાઇલ તથા સીમકાર્ડ પૂરા પાડવામાં મદદ કરી હોવાની પોલીસને આશંકા છે. નોંધનીય છે કે, સાઇના 11મી ડિસેમ્બરે રિમાન્ડ પૂર્ણ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
