691 થી વધુ ખાદ્ય ચીજોના નમુનાઓ લેવાયા, ચકાસણી બાદ કરાશે કાર્યવાહી
ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહી, તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે.
ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહી, તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમીત અસરકારક કામગીરી કરવામાં આવે છે. રાજ્યમાં વસતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન 691 થી પણ વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર દ્વારા લેવમાં આવ્યા છે. આ નમૂનાઓ ચકાસણી અને પૃથ્થક્કરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરિક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે તથા નમુનાઓના પરિણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે
એચ. જી. કોશિયાએ ઉમેર્યું કે, તહેવારો દરમિયાન લોકોને સ્વસ્થ, સલામત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ચેકિંગ, સેમ્પ્લિંગ તથા સર્વેલેન્સ કામગિરીની સાથે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ દ્વારા લોક જાગ્રુતિ અને ફૂડ બીઝનેસ ઓપરેટર્સ તથા આમ નાગરિકો માટે તાલીમ આપવામાં આવી રહી છે અને ઓગષ્ટ માસ દરમિયાન કુલ 691 થી પણ વધુ ખાદ્ય ચીજોનાં નમુનાઓ તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે.

ખાદ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી
1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2022 દરમિયાન રાજ્યવ્યાપી ખાદ્ય તેલનાં સર્વેલન્સ નમુના માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં 239 નમુનાઓ લેવામાં આવ્યા છે, જે પૈકી 71 વનસ્પતી, 36 સિંગતેલ, 29 સરસીયું, 21 કપાસીયા તેલ, 27 પામતેલ, 19 સોયાબીન તેલ તથા 25 અન્ય નમુનાંઓ લેવામાં આવ્યા છે.
ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે
રક્ષાબંધનના પર્વ નિમિત્તે કલરવાળી તથા ચાંદીના વરખવાળી મીઠાઇ બાબતે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી અને 239 નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે પૈકી 70 ચાંદીના વરખવાળી મીઠાઇ, 112 કલરવાળી મીઠાઇ અને 57 માવાની મીઠાઇઓનો સમાવેશ થાય છે. વધુમાં સર્વે અંતર્ગત વિવિધ દાળ અને કઠોળ આનુષંગીક રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી છે, જેમાં 224 નમુનાંઓ લેવામાં આવ્યા હતા. હાલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ફરાળી લોટ અંગે પણ સઘન તપાસ અને નમુનાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
