ગુજરાતમાં 42 હજારથી વધુ કરદાતાઓએ ટેક્સ ચુકવ્યો નથી
ગુજરાતના કુલ કરદાતાઓમાંથી 42,000 થી વધુ લોકોએ સરકારને ટેક્સ ચૂકવ્યો નથી. આ કરદાતાઓ પર ટેક્સની લગભગ 40,000 કરોડ રૂપિયાની રકમ બાકી છે.
ગુજરાતના કુલ કરદાતાઓમાંથી 42,000 થી વધુ લોકોએ સરકારને ટેક્સ ચૂકવ્યો નથી. આ કરદાતાઓ પર ટેક્સની લગભગ 40,000 કરોડ રૂપિયાની રકમ બાકી છે. આ ટેક્સમાં સેલસ્ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ, ગૂડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે. આ નાણા મંત્રાલયની એક રિપોર્ટ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે.

કરદાતાઓ પાસેથી બાકી રકમની વસૂલાતની નિષ્ફળતાનું કારણ એ છે કે મંત્રાલયની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા ખૂબ ધીમી હોવાનું જાણવા મળ્યું છે, તેના કારણે 40221.73 કરોડની બાકીની રકમ વસૂલ કરવાની બાકી છે. રાજ્યમાં 42,675 કરદાતાઓ પાસેથી આ રકમ વસૂલ કરવામાં આવશે. તો સાથે નાણાકીય વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત એસજીએસટી 4242 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો: હું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી
નાણા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાકી રકમ મુખ્યત્વે તે બાબતોમાં છે જ્યાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓએ કોર્ટમાં કેસ કર્યો છે. 13,821 કરોડની બાકી રકમ સાથે અમદાવાદ રાજ્યમાં પ્રથમ છે. આ પછી, વડોદરામાં 5720 કરોડ અને કચ્છમાં 3877 કરોડ રૂપિયા બાકી છે.

સુરતને સિન્થેટિક ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અને હીરા પ્રોસેસિંગના કેન્દ્ર તરીકે ગણવામાં આવે છે, જ્યાંથી 3,087 કરોડ રૂપિયાની વસૂલાત કરવાની છે. સિરૅમિક મેન્યુફેકચરિંગ હબ મોરબીમાં પણ ખુબ વધુ રકમ બાકી છે. ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, વલસાડ અને ભરૂચમાં પણ ટેક્સ વસૂલાત બાકી છે.
આ પણ વાંચો: ગુજરાત: વિદેશીઓએ 3 સૌથી મોટા તહેવારોથી મોં ફેરવી લીધું, 94 કરોડ ખર્ચ્યા છતાં...
નાણા પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાત સેલ્સ ટેક્સ એક્ટ, ગુજરાત વેટ એક્ટ, જીએસટી એક્ટ અને લેન્ડ રેવેન્યુ એક્ટ હેઠળ બાકી રકમના કરદાતાઓ સામે પગલાં લેવાય રહ્યા છે. લાંબાગાળાની બાકી વસૂલાત માટે 39,240 વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આવા વ્યક્તિઓની સંખ્યા અમદાવાદમાં 10, 911, સુરતમાં 6,134, વડોદરામાં 3,043, રાજકોટમાં 2,676 અને બાકીના કચ્છમાં છે.












Click it and Unblock the Notifications
