કન્યા કેળવણીઃ ગુજરાતમાં 2.80 લાખથી વધુ કન્યાઓએ ધોરણ 1માં પ્રવેશ લીધો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવમાં ત્રણ દિવસમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.છે. છે. ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવમાં ત્રણ દિવસમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.છે. છે. ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. જેમા અંતિમ દિવસે ૧.૮૮ લાખ બાળકોનું નામાંકન થયુ હતુ.

Bhupendra Patel

રાજ્યભરમાં શાળાનુ પગથિયુ ચઢી રહેલા બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાના ઉદ્દેશ સાથે મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતું. શાળા પ્રવેશોત્સવમાં ર લાખ ૩૦ હજાર ભૂલકાંઓનો આંગણવાડી-બાલમંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન રૂ. ૨૮.૫૩ કરોડનું ભંડોળ અભિયાન દરમ્યાન પ્રાપ્ત થયું હતુ.

રજ્યન સરકાર દ્વારા કન્યા કેળવણી ઉપર ભાર મૂકે છે ત્યારે શાળઆ પ્રવેશોત્સવમાં ૨.૮૦ લાખથી વધુ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડીમાં પ્રવેશ લીધો હતો. સમગ્ર મહોત્સવ દરમિયાન મહાનુભાવોએ ૨૨,૮૫૭ ગામોની ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવીને ત્રણ દિવસમાં ૨,૩૬૪ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી હતી.

રાજ્યની વિવિધ શાળાઓમાં અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરાવામાં આવ્યુ હતુ. આ અભિયાન ગુજરાતને ૧૦૦ ટકા શિક્ષીત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું કદમ સાબિત થશે. તા.૨૩ થી ૨૫ જૂનના ત્રિદિવસીય અભિયાનમાં મુખ્યમંત્રી-મંત્રીઓ સહિતના પદાધિકારીઓ ઉપરાંત ૩૫૬ વરિષ્ઠ અધિકારીઓએ શિક્ષણ સેવાયજ્ઞમાં યોગદાન આપ્યું હતું

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X