ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ વરસાદ : રાજ્યના ૭ તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ એટલે કે, ૧૧૮ મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૯૪ મિ.મી અને લોધિકા તાલુકામાં ૮૨ મિ.મી., જામનગરના લાલપુરમાં ૮૪ મિ.મી., અમરેલીના બાબરામાં ૮૩ મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૮૧ મિ.મી. કચ્છના ગાંધીધામમાં ૭૯ મિ.મી. અને સુરત શહેરમાં ૭૫ મિ.મી. વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૭૪ મિ.મી. ભાવનગરના શિહોરમાં ૭૧ મિ.મી., સુસ્તના ઉમરપાડામાં ૭૦ મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં ૬૮ મિ.મી., તાપીના ડોલવણમાં ૬૩ મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં ૬૧ મિ.મી., કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં ૬૦ મિ.મી., નર્મદાના નાંદોદમાં ૫૬ મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં ૫૫ મિ.મી.. ભાવનગરના ઉંમરાળામાં ૫૪ મિ.મી., રાજકોટમાં ૫૧ મિ.મી., અને ભરૂચમાં ૫૦ મિ.મી. એમ મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૯૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૨.૯૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૫૯.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૬.૦૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૩.૫૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
