'મોરબીમાં દૂર્ઘટના પહેલા જ તૂટી ચૂક્યા હતા પુલના ઘણા તાર...', SITએ દાખલ કર્યો પોતાનો પ્રારંભિક રિપોર્ટ
મોરબી પુલ દૂર્ઘટના માટે વિશેષ તપાસ સમિતિ(SIT)એ પોતાનો પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.
Morbi Bridge Collapse: મોરબીમાં થયેલ પુલ દૂર્ઘટનાને લઈને વિશેષ તપાસ સમિતિ(SIT)એ પોતાનો પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોરબીમાં જે દિવસે પુલ તૂટ્યો એ પહેલા જ પુલ સાથે બાંધવામાં આવેલ 22 તાર તૂટી ચૂક્યા હતા. એસઆઈટીએ પોતાની તપાસમાં એ પણ જોયુ કે પુલના નવીનીકરણ કાર્ય દરમિયાન સસ્પેંડર્સને નવા સસ્પેંડર્સ સાથે વેલ્ડ કરી દેવામાં આવી હતી. જેની અસર સસ્પેંડર્સ પર પડી હતી. આ પ્રકારના પુલોમાં ભાર વહન કરવા માટે સિંગલ રૉડ સસ્પેંડર્સ હોવા જોઈએ.

એસઆઈટીની પ્રારંભિક તપાસ મુજબ કેબલ પર લગભગ અડધા તારો પર કાટ લાગવો અને જૂના સસ્પેન્ડર્સને નવા સાથે વેલ્ડિંગ કરવા એ મુખ્ય ખામીઓમાં સામેલ હતા જેના કારણે દૂર્ઘટના બની હતી. તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યા હતા. મચ્છુ નદી પર બ્રિટિશ કાળના પુલના સંચાલન અને જાળવણી માટે અજંતા મેન્યુફેક્ચરીંગ લિમિટેડ(ઓરેવા ગ્રુપ) જવાબદાર હતુ. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં પુલનુ સમારકામ, જાળવણી અને સંચાલનમાં ઘણી ખામીઓ પણ જોઈ. નોંધનીય છે કે આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી, રાજ્ય માર્ગ તેમજ ભવન વિભાગના એક સચિવ તેમજ મુખ્ય વકીલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના એક પ્રોફેસર એસઆઈટીના સભ્ય છે.
એસઆઈટીના રિપોર્ટ મુજબ 1887માં તત્કાલિન શાસકો દ્વારા બાંધવામાં આવેલા મચ્છુ નદી પરના પુલના બે મુખ્ય કેબલમાંથી એકમાં કાટ લાગવાની સમસ્યા હતી અને 30 ઓક્ટોબરની સાંજે તે કેબલ તૂટતા પહેલા જ તેના લગભગ અડધા તાર તૂટી ગયા હોઈ શકે છે. એસઆઈટીના જણાવ્યા મુજબ નદીનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો, જેના કારણે આ દૂર્ઘટના બની હતી.
તમને જણાવી દઈએ કે મોરબી નગરપાલિકાએ જનરલ બોર્ડની મંજુરી વગર જ બ્રિજની જાળવણી અને સંચાલનનો કૉન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપ (અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ)ને આપ્યો હતો. તેણે માર્ચ 2022માં પુલને નવીનીકરણ માટે બંધ કરી દીધો હતો અને 26 ઓક્ટોબરે તેને કોઈપણ નિરીક્ષણ વિના ફરીથી ખોલ્યો હતો. એસઆઈટીના જણાવ્યા મુજબ પુલ તૂટ્યો એ વખતે તેના પર લગભગ 300 લોકો હતા, જે સંખ્યા પુલની લોડ વહન ક્ષમતા કરતા 'ઘણી વધારે' હતી. જો કે બ્રિજની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબોરેટરી રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
