morbi bridge collapse : શરમજનક! 135 મોરબીવાસીને ભરખી જનારો જયસુખ પટેલ જામીન પર બહાર આવતા લાડુ તુલા કરાઈ
morbi bridge collapse : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને જામીન મળતા બહાર આવ્યો છે. જયસુખ પટેલ બહાર આવતા તેને મોરબીના લોકોની હત્યાનો કોઈ ગમ ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
સમાચારો અનુસાર, એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં ઝુલતા પુલ તૂટવાની ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યો. આ ઘટના બાદ લોકોમાં નારાજગી છે અને મોટો વિવાદ સર્જાયો છે.

એક તરફ પોતાના સ્વજનો ગુમાવનારા લોકો ન્યાય માટે ઠોકરો ખાઈ રહ્યાં છે તો બીજી તરફ જયસુખ પટેલને આટલા લોકોના જીવ લેવાનો કોઈ ગમ ન હોય તેમ તુલા કરવામાં આવતા પીડિતોમાં ભારે નારાજગી જોવા મળી છે.
જયસુખ પડેલના મોદક તુલાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આયોજકો અનુસાર શરમજનક ઘટના એ છે કે હત્યારા જયસુખ પટેલને તોલવામાં આવ્યો તે 75 કિલો વજનનો મોદક 60,000 પાટીદાર પરિવારોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.
મોરબી જીલ્લામાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં જયસુખ પટેલે હાજરી આપી હતી. આ કડવા પાટીદારનું સંગઠન છે.
આયોજકોએ તેમને ઉમિયા માતાજી મંદિરમાં ઉમા રંગ ભવન, ઉમા આદર્શ મેરેજ હોલ અને પ્રાણ પ્રતિષ્ઠાના ઉદઘાટન સમારોહ માટે ઉમા સંસ્કાર લજાઈમાં ધામમાં આમંત્રણ આપ્યું હતું. આ ઝૂલતા પુલ દુર્ઘટના સ્થળથી માત્ર અડધો કલાકના અંતરે છે.
આ સમારોહ 13 અને 15 નવેમ્બરની વચ્ચે યોજાયો હતો. આયોજકોએ જણાવ્યું કે જયસુખ પટેલને અજંતા ગ્રૂપની સ્થાપના કરનાર પરોપકારી સ્વર્ગસ્થ ઓ આર પટેલના પુત્ર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
સંસ્થા અનુસાર, જયસુખ ભાઈના દાદા ઓ.આર. પટેલે 80,000 રૂપિયાની કિંમતની આ જમીન દાનમાં આપી હતી, જે હવે ત્રણ-ચારસો કરોડની છે. એટલા માટે જયસુખ પટેલને આમંત્રણ અપાયુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
