મોદીએ આપ્યું રાજ્યપાલને રાજીનામુ, ગુજરાતની કમાન સંભાળશે આનંદીબેન
ગાંધીનગર, 21 મેઃ ભારતના પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અતિંમ સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભામાં નરેન્દ્ર મોદીને ભાવભિનું વિદાય આપવા માટે ખાસ સત્ર બોલવવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના નેતાઓ અને શાસક પક્ષ ભાજપના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને વડાપ્રધાન તરીકે શપથ વિધિ બાદ દેશને વિકાસના માર્ગે આગળ લઇ જાઓ તેવી કામના કરવામાં આવી હતી.
4.23 PM
નરેન્દ્ર મોદી: ગુજરાતમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે મેં કામ કર્યું, મને ચાર વાર મુખ્યમંત્રી બનવાનો અવસર મળ્યો. આટલા લાંબા સમયની તક ગુજરાત જ આપી શકે. મને એક સાથી તરીકે તમારી સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. ભાજપે અને આ દેશે બહુ મોટી જવાબદારી મારા માથે મૂકી છે. તમને જાણીને આનંદ થશે કે મે સીએમ પદથી રાજીનામુ આપ્યું ત્યારસુધી એક પણ ફાઇલ પેન્ડીંગ નથી. ચૂંટણી દરમિયાન પણ મે ફાઇલનું કામ કરી હતું. આ એટલા માટે કહું છું કે સામાન્યમાં સામાન્ય કાર્યકર પણ જો પરિશ્રમ કરે તો તે ઊંગી નીકળે જ. જે સીડી જડીને જાય તે નિશ્ચિત સ્થાને પહોંચે જ છે.
4.15 PM
આનંદીબેન પટેલ: પદનામીત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગળગળા અવાજે ધારાસભ્યોનો માન્યો આભાર. રાજકારણમાં મહિલાઓને કામ કરવું અઘરુ પડે છે. જોકે ભાજપમાં મહિલાઓ મોકળાશથી કામ કરી શકે છે. ગુજરાતમાં 26 બેઠકો મેળવીને આપણી વર્ષોની તપસ્યા ફળી છે. મોદીભાઇ ગરીબોને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં વિકાસ સાધ્યો છે. સૌનો સાથ સૌનો વિકાસ માટે અમે પુરુષાર્થ કરીશું. રાજ્યના હિતમાં કામ કરવામાં પાછી પાની નહીં કરીએ. દલિત-શોષિતો માટે કામ કરીશું. ગુજરાત રાજ્યના સીએમ પીએમ બનવા જઇ રહ્યા છે એવી કોઇ ઘટના ભૂતકાળમાં બની નથી. એક આંખ રડી રહી છે અને બીજી આંખમાં ખુશી છે કારણ કે તેઓ ગુજરાત છોડીને જઇ રહ્યા છે અને બીજી બાજું દેશના 125 કરોડ લોકોના આંસુ લૂછવા જઇ રહ્યા છે.
4.00 PM
ભાજપના ધારસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે આનંદીબેન પટેલના નામનું સૂચન કર્યું હતું, જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપીને આનંદીબેન પટેલને ગુજરાતના 15માં મુખ્યમંત્રી તરીકે ચૂંટી લીધા છે.
3.33 pm
ગુજરાત વિધાનસભામાં પક્ષ-વિપક્ષના તમામ ધારાસભ્યોએ નરેન્દ્ર મોદીને ભાવભીની વિદાય આપી હતી. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ કમલા બેનીવાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ સુપરત કરી દીધું છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ધારાસભ્યો સાથે બેઠક યોજવાના છે.
12.43 pm
વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળાએ કહ્યું કે, મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે વિપક્ષના નેતા અને દંડક સાથે વાત કરીને આપણે સાથે મળીને નરેન્દ્રભાઇને વિદાય આપ્યે, સમસ્ત ધારાસભ્ય અને પ્રજા વતી આ કાર્યક્રમનું આયોજન થાય ત્યારે, સહર્ષ વિપક્ષના લોકોએ સ્વિકારી લીધી અને આજે આપણે જોઇ રહ્યાં છીએ, કોઇ પણ શબ્દમાં ઉણપ ના આવે રાષ્ટ્રના વિકાસ માટે યોગદાન આપનારને વિદાય આપતા હોય તેવો કાર્યક્રમ છે. કોઇપણ રાજ્યનો મુખ્યમંત્રી વડાપ્રધાન બન્યો નથી. નરેન્દ્રભાઇ અને શંકરસિંહ આરએસએસના છે અને મગની બે ફાડ હોય પરંતુ તેમાં ગુણ મગના જ હોય. જે જૂદા પડ્યા છે તે ક્યારેકને ક્યારેક તો ભેગા થાય. થોડા થઇ ગયા છે, થોડાક આગળ જતા થઇ જશે.
12.04 pm
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આપણા સીએમ પીએમ થઇ રહ્યાં હોય ત્યારે બધા ખુશ હોય તે સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદીએ આખું જીવન આ કાંટાળા રસ્તા માટે પસંદ કર્યો છે, તેમ કરતા કરતા આજે ફૂલોની સેજ પર ચાલી રહ્યાં છે. બધા મિત્રોએ મીઠી વાતો કરી. હું તેમની પાસે વધારે અપેક્ષા રાખીશ. દેશના મોરારજી દેસાઇનો રસ્તો
ગોધરામાં જે ગરબડ થઇ તેના કારણે તેમને બહાર મુકાયા અને મોરરાજી ભાઇએ 1929માં નોકરી છોડી ગાંધીજીની ચળવળમાં જોડાયા અને 1970માં વડાપ્રધાન બન્યા. બીજા નરેન્દ્ર મોદી ગોધરાના પ્રચારક બન્યા અને પછી મુખ્યમંત્રી બન્યા. વજુભાઇ વાળાને આભાર પાઠવું છું કે તમે રાજકોટની બેઠક ખાલી કરી.
બન્ને વાયા ગોધરાના વડાપ્રધાન બન્ને કામ પણ સરખા છે, તેમને આપણે શુભેચ્છા પાઠવીએ. 1972-73માં તેમને પ્રચારક તરીકે જવાબદારી મળી હતી. નરેન્દ્ર મોદી વકીલ સાહેબના કપડાં ધોતા ધોતા દેશનો મેલ ધોવા નિકળ્યા છે. 1974-75માં કટોકટી વખતે સરદારજી વેશ ધારણ કર્યો હતો, મારા ભાગમાં 86-87માં ભાજપમાં સંગઠન મંત્રીની જવાબદારી આપવામાં આવી, ત્યારે હું એમપી હતો. એ સમયે તેઓ હિમાલયમાં હતા. કૈલાશમાં એ શંકરને સમસ્યા થાય તેના કરતા આ શંકરને ભલે સમસ્યા થાય, એ માટે તેમને પાછા ગુજરાત મોકલવામાં આવ્યા. તેમની ત્યારથી અત્યાર સુધીની મંજીલ બધાને ખબર છે. 84માં 2 અને 2014માં 282 સુધીની બેઠકનો શ્રેય તેમને જાય છે. પક્ષ કરતા મોટા થવું તેમ ના કર્યું, અને પક્ષ માટે માગ્યું હોત તો કદાચ આટલી બધી બહુમતિ ના મળી હોત.
તમે 26મીએ આખા દેશના વડાપ્રધાન થવા જઇ રહ્યાં છીએ, ત્યારે તમારા પ્રત્યે આશા રાખવામાં આવી રહી છે. તમે જેમને જે વચન આપ્યા છે, તેની ઉઘરાણી શપથ વિધિ બાદ શરૂ થઇ જશે. આનંદીબેન અને નીતિનભાઇ ભાવુક જણાયા, તેમને કહી દઉ કે સારા દિવસ આવનારા છે. હું ગુજરાત ગુજરાતી પાસેથી ઘણી આશા રાખશે, તેથી ગુજરાત સંબંધી મુદ્દાઓને પૂર્ણ કરવાની રહેશે.
ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ કહ્યું કે, આપણા માટે ગૌરવનો દિવસ છેકે આપણા લાડીલા નેતા દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે. હું નરેન્દ્ર મોદીને આ ગૃહ વતી, રાજ્ય વતી, એનડીએના નેતા ચૂંટાવા બદલ અભિનંદન પાઠવું છું. આ તકે ભુપેન્દ્ર સિંહ ચૂડાસમાએ નરેન્દ્ર મોદીની 70ના દશકાની વાતોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ગુજરાતીઓને દેશ અને વિશ્વભરમાં માન અપાવ્યું છે.
જયંતભાઇ બોસ્કીએ નરેન્દ્ર મોદીને દિલ્હીની કમાન સંભાળવવા માટે શુભેચ્છા પાઠવી છે.
આનંદી બેન પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે ત્યારે તેમણે જે રીતે ગુજરાતને દિપાવ્યું છે, તેમ હવે આ જ્યોત રાષ્ટ્રને દિપાવશે. નરેન્દ્ર મોદી દિલ્હી જઇ રહ્યાં છે ત્યારે એક આંખ રડી રહી છે તો બીજી આંખમાં હરખ છે, તેઓ હવે 120 કરોડ ભારતીયોના આસું લૂછવા જઇ રહ્યાં છે. નરેન્દ્ર મોદીને દેશને આગળ વધારવા માટે જે યોગદાન જોઇશે તે પ્રત્યેક ગુજરાતી તેમને આપવામાં પાછીપાની નહીં કરે, તેમે જે કામ ગુજરાત માટે કર્યું છે, તે કામ દેશ માટે કરવાની શક્તિ પ્રભુ તમને આપે.
11.45 am
મોહનસિંહએ કહ્યું કે, નરેન્દ્ર મોદી પણ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે, ત્યારે દેશની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ભગવાન નરેન્દ્ર મોદીને શક્તિ આપે તેવી શુભેચ્છા.
નિતિન ભાઇએ કહ્યું કે, આપણે ગુજરાતીઓ, દેશ-વિદેશોમાં વસતા ગુજરાતીઓ વર્ષોથી જે દિવસની રાહ જોતા હતા, સરદાર પટેલને જે કામ કરવાની તક ના મળી તે કામ કરવાની તક મળે, આપણા નરેન્દ્રભાઇ આ ગૃહના નેતા છે, તેઓ ભારતના પદનામિત વડાપ્રધાન છે, તે ત્યાં પહોંચ્યા છે ત્યારે આ પદ પર પહોંચતા પહેલા, તેમનો માર્ગ રેડ કાર્પેટ પાથરેલો નહોતો. નરેન્દ્રભાઇનું નેતૃત્વ ભારત દેશને મળ્યું છે, ત્યારે તેમની લાગણી, ભાવના અને ગુજરાતના વિકાસનું માર્ગદર્શન આપણને મળવાનું છે. વિશ્વનું ગ્રોથ એન્જીન ભારતને બનાવવાનું કામ નરેન્દ્ર મોદી કરશે.
11.34 am
બલવંત સિંહે કહ્યું કે, ઐતિહાસિક નિર્માણ થવા જઇ રહ્યું છે ત્યારે હું કહેવા માગું છું તેઓ ઉત્તર ગુજરાતના છે અને આ રાજ્યના મુખ્યમંત્રી, વડાપ્રધાન બનવા જઇ રહ્યાં છે ત્યારે સ્વાભાવિક પણે આનંદ થાય, હું તમને શુભેચ્છા પાઠવું છું. તેઓ પીએમ તરીકે બેસવા જઇ રહ્યાં છે ત્યારે ગુજરાત સાથે આખા દેશનો વિકાસ થાય તેવી શુભેચ્છા પાઠવું છું.
અમિત શાહે વધુમાં કહ્યું કે, રાજ્યનો નેતા દેશનો વડાપ્રધાન બનશે ત્યારે સંઘીય માળખું મજબુત બનશે. દેશની જનતાએ ગુજરાતના પનોતા પુત્ર પર વિશ્વાસ મૂક્યો છે. મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય તેમની જેમ જ આપ પણ દેશનું નેતૃત્વ કરશો. દેશે જે ગુજરાતી પર વિશ્વાસ મૂક્યો છે તે આવનારા પાંચ વર્ષમાં જોવા મળશે, તે એળે નહીં જાય. હું આખા ગૃહના સભ્યો તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
11.16 am
અમિત શાહે કહ્યું કે, આ સત્ર ગોઠવવા બદલ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો આભાર માનું છું. એક ગુજરાતી જનમત પ્રાપ્ત કરીને પહેલીવાર દેશની ચૂંટણીની અંદર તેમની જાહેરાત થઇ, ભાજપે તેમને પીએમ પદના ઉમેદવાર બનાવ્યા, તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં તેમાં આખા દેશે ગુજરાતના પનોતા પુત્રને સમર્થન આપ્યું. એક ગુજરાતી આ પદે જઇ રહ્યાં છે તે ઐતિહાસિક છે. એક બીજા પરના આરોપ પ્રત્યારોપને એકબાજુ મુકી દઇએ તો જનતાનો આ જનાદેશ કલ્યાણ રાજ્યની સ્થાપના થઇ છે, તેનો જનાદેશ છે. નરેન્દ્ર ભાઇના નેતૃત્વમાં શાસન ચાલ્યું, વિકાસનો યજ્ઞ ચાલ્યો, ગુજરાત પહેલાથી વિકસિત હતો, તે દલીલો થાય છે, પંરતુ મોદીજીના નેતૃત્વમાં વિકાસ ખૂણે ખૂણે પહોંચ્યો છે.
11.12 am
રાઘવજી પટેલે કહ્યું કે, મુખ્યમંત્રીને હું હૃદયની શુભેચ્છા અર્પું છે. આ ગુજરાતની ધરતીએ રાષ્ટ્રને ઘણા મહાપુરુષોની ભેટ આપી છે. નરેન્દ્ર મોદી એક સપુત તરીકે વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે આપણને ગર્વ થાય. મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર ઓછો થાય અને આતંકવાદથી દેશ સુરક્ષિત રહેશે. મોદીજી પોતાના કાર્યમાં સફળ થાય તેવી શુભેચ્છા.
11.09 am
વજુભાઇ વાળાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી આપણે બધા ગુજરાતની પ્રજા વતી રાજ્યના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી અને પદાનમિત વડાપ્રધાને શુભેચ્છા પાઠવવા એકત્રિત થયા છીએ. એ પાઠવવાની શરૂઆત કરવા માટે કોંગ્રેસના શૈલેષભાઇને શુભેચ્છા પાઠવવા અનુરોધ કરું છું. કોંગ્રેસના શૈલેષભાઇએ પાર્ટી વતી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી. એકબાજુ મુખ્યમંત્રી ભાવિ વડાપ્રધાન તરીકે વિદાય લઇ રહ્યાં છે ત્યારે આજે 21મી તારીખ છે ત્યારે આ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૂર્ણતીથિ છે, તેમણે 21મી સદીના વાત કરી હતી, 18 વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપ્યો. જે શરૂઆત રાજીવ ગાંધીએ કરેલા પરિશ્રમનો ફળ નરેન્દ્ર મોદીને મળ્યું છે. નરેન્દ્ર મોદી મારા ઘરના પ્રસંગોમાં હાજર રહ્યાં છે અને તેમને મારા પરિવારના તમામ લોકોના નામ મારી પાર્ટીના નેતાઓને કદાચ ખબર ના હોય પરંતુ નરેન્દ્રભાઇને ખબર છે. તમે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ કેમ છો શૈલેષ તેમ કહેશો ત્યારે મને ઘણું ગૌરવ હશે.
સત્રમાં પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી સૌથી પહેલા પોતાના એક સમયના મિત્ર અને હાલના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા. ત્યારબાદ તેમણે અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળા આવ્યા બાદ વિશેષ સત્રને શરૂ કરવામાં આવ્યું છે. આ સત્રમાં નરેન્દ્ર મોદી સંબોધનમાં શું કહેશે તેના પર બધાની ખાસ નજર છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
