બાયડમાં જનતા રેડ, પંચાયતના રિટાયર્ડ સિંચાઈ અધિકારીને ત્યાં પકડાઈ નકલી કચેરી
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બુધવારે અરવલ્લીના મોડાસાથી જિલ્લા પંચાયતની નકલી સિંચાઈ કચેરી પકડી હોવાનો દાવો કર્યો છે. મોડાસાના બાયપાસ પર તિરુપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની બોગસ કચેરી ચાલતી હોવાનુ બહાર આવ્યુ છે. આ કચેરીમાંથી 50થી વધુ ડબર સ્ટેમ્પ, લેટર પેડ, બિલો, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તિરુપતિ રાજ બંગ્લોઝમાં જનતા રેડમાં રિટાયર્ડ સિંચાઈ અધિકારી પીએન નિનામાની સાથે ઈન્ચાર્જ એક્ઝીક્યુટીવ એન્જિનિયર એનએલ પરમાર સહિત પાંચ વ્યક્તિઓ અને વિવિધ અધિકારીઓ, યોજનાઓની સરકારી મંજૂરીઓ, કામમાં ઉપયોગમાં લેવાતા સિક્કા, ફાઈલ, બિલ મંજૂરી માટે થતી મેજરમે્ટની બુક પણ જપ્ત કરાઈ છે.

નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત અધિકારીઓ સહિત 4થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
સિંચાઈ વિભાગની નકલી કચેરીમાંથી ભાગ્યોદય હાર્ડવેર, જલારામ સિમેન્ટ ડેપો, ક્રિષ્ણા ટ્રેડર્સ, શિવમ્ સિમેન્ટ ડેપો વગેરે પેઢીના કોરા બીલો મળી આવ્યા હતા. મોડાસામાં નકલી કચેરી મળી હોવાના સમાચાર સોશીયલ મીડિયામાં વાયરલ થયા હતા અને મોડાસા ટાઉન પોલીસ, એલસીબી સહિત પંચાયતના અધિકારીની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી.
મોડાસામાં જે બંગલામાંથી નકલી કચેરી પકડાઈ એ બંગલા નંબર 29 અરવલ્લી જિલ્લા પંચાયતમાંથી રિટાયર્ડ નાયબ કાર્યપાલક ઈજનેર પીએન ડામોરનો છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ દાવો કર્યો છે કે આ કચેરી ત્રણ વર્ષથી ચાલતી હતી અને આ મુદ્દે ડીડીઓ અને પોલીસનુ પણ ધ્યાન દોર્યુ હતુ પરંતુ કંઈ થયુ નહિ. હવે આ નકલી કચેરીમાં કોના ઈશારે કેટલા કામ થયા તેની સરકાર તપાસ કરાવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
