મહેસાણા: ધોરણ 10માં માસ પ્રમોશન બાદ ધોરણ 11માં વર્ગ વધારવા પડે તેવી સ્થિતિ
મહેસાણા: ધોરણ 10માં માસ પ્રમોશન બાદ ધોરણ 11માં વર્ગ વધારવા પડે તેવી સ્થિતિ
મહેસાણા જિલ્લામાં ધોરણ 10માં તમામ 31,197 વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ કરી દેવામાં આવ્યા છે. 100 ટકા પરિણામની અસર હવે ધોરણ 11ના પ્રવેશ પર પડશે. વર્ગદીઠ 75 વિદ્યાર્થીઓને સમાવવાની ક્ષમતા મુજબ 30,600 વિદ્યાર્થીઓ જ સમાઈ શકે તેમ છે. ત્યારે મહેસાણામાં ધોરણ 11ના વર્ગો વધારવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Recommended Video


ત્યારે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, આ વખતે માસ પ્રમોશનથી બધા વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા હોવાના કારણે ધોરણ 11ના વર્ગખંડ વધારવા પડી શકે છે, 50 જેટલા વર્ગખંડો વધારવા પડે તેવી સ્થિતિ છે. મહેસાણા જિલ્લામાં ગ્રાન્ટેડ, સરકારી અને સ્વનિર્ભર મળીને ધોરણ 11 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની 361 શાળાઓ છે. જેમાં સામાન્ય પ્રવાહમાં 291 અને વિજ્ઞાન પ્રવાહની 216 મળીને કુલ 408 વર્ગો ઉપલબ્ધ છે.
વર્ગદીઠ 60 પ્રવેશ અપાય અને પાસ તમામ વિદ્યાર્થીઓને સમાવવા પડેતો નવા 150 વર્ગ કરવા પડે તેમ હતું, જો કે સરકારે હવે વર્ગદીઠ 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની છૂટ આપી છે. પરંતુ ઘણી શાળાઓ એવી છે જ્યાં વર્ગમાં 75 વિદ્યાર્થીઓની બેઠક ક્ષમતા નથી. આવી શાળાઓમાં ઘસારો થાય તો નવા વર્ગની મંજૂરી મેળવવી પડશે. વર્ગદીઠ 75 વિદ્યાર્થીઓને બધી શાળાઓ પ્રવેશ આપે તો પણ 30,600 જેટલા વિદ્યાર્થીઓ જ સમાવી શકાય તેમ છે, બાકીના વિદ્યાર્થીઓ માટે અંદાજિત 50 જેટલા વર્ગ વધારવા પડી શકે તેમ છે.
નોંધનીય છે કે ગુજરાતમાં ધોરણ 10ના પહેલા સેમેસ્ટર અને ધોરણ 9ના બંને સેમેસ્ટરની પરીક્ષામાં મળેલા માર્કના આધારે ગુજરાત શિક્ષણ વિભાગે તમામ વિદ્યાર્થીઓને માર્ક આપી 100 ટકા રિઝલ્ટ સાથે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓને ધોરણ 10માં ઉતિર્ણ કરી દીધા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
