નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં માળખાકીય સુવિધાઓની સમીક્ષા માટે કલેક્ટર સાથે બેઠક
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાળાઓની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા અર્થે આજે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિગરાનીમાં બેઠક યોજાઈ હતી.
"પ્રમોટિંગ ઈઝ ઓફ લિવિંગ" થીમને કેન્દ્રમાં રાખીને આગામી ઓક્ટોબર/નવેમ્બર-૨૦૨૩ દરમિયાન મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ યોજાવાની છે. આ પરિષદ પૂર્વે ગુજરાતમાં જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગને કેન્દ્રમાં રાખીને અમલી વિવિધ યોજનાઓ, શાળાકીય શિક્ષણ સહિત નાગરિકોના જીવનની સરળતાને પ્રોત્સાહન આપતા પેરામિટર્સ-વિષયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવનાર છે.

આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા થઈ રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રાજ્ય સરકારની શિક્ષણ માટે વિવિધ અમલી યોજનાઓ જેવીકે કસ્તિરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આશ્રમ શાળાઓ, જવાહર નવોદય વિદ્યાલય, ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓ, નોન ગ્રાન્ટેટ શાળાઓ, સરકારી માધ્યમિક શાળાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં કાર્યરત હયાત સુવિધાઓ સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, જ્ઞાન કુંજ પ્રોજેક્ટ, શાળાઓમાં ઉપલબ્ધ સીસીટીવી કેમેરા, શૌચાલય, મધ્યાહન ભોજન શેડ વગેરે બાબતોની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે વિસ્તૃતમાં જિલ્લાની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડી હતી.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જિલ્લાના બાળકોના શિક્ષણની ચિંતા વ્યક્ત કરતાં નર્મદા જિલ્લામાંથી રોજગારી અર્થે સ્થળાંતરિત થઈને બહારના જિલ્લાઓમાં જતા પરિવારોના બાળકોનું શિક્ષણ કાર્ય નિરંતર ચાલતું રહે તે માટે ટેક્નોલોજીના માધ્યમથી યોગ્ય ટ્રેકિંગ થાય.
આ ઉપરાંત માર્કશીટ વેરિફિકેશનમાં સુગમતા અને સરળતા જળવાય રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા સહિત શિક્ષણને કેન્દ્રમાં રાખીને વિવિધ ટેક્નોલોજીથી સરળીકરણ થાય તેવા મુદ્દાઓ ઉપર બેઠકમાં ઉપસ્થિત સંબંધિત વિભાગોના અધિકારીઓને રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, શાળાના આચાર્ય સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
