અમદાવાદના નવા મેયર મીનાક્ષી પટેલ, ડે મેયર રમેશ દેસાઇ

નામોની જાહેરાત કરાઈ એ પહેલા મ્યુનિસિપલ જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં મેયરપદે ભાજપના મહિલા કોર્પોરેટર મીનાક્ષીબહેન જ્યારે ડે.મેયર તરીકે રમેશભાઈ દેસાઈનાં નામ જાહેર કરાયા હતા.
અમદાવાદ શહેરના મેયર અને ડેપ્યુટી મેયરની અઢી વર્ષની મુદ્દત 30 એપ્રિલ, 2013ના રોજ એટલે કે આજે પૂર્ણ થતી હોવાથી સવારે 11 વાગ્યે મ્યુનિસિપલ જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં મેયરપદે ભાજપના મહિલા કોર્પોરેટરનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.
પ્રતિષ્ઠિત મેયરપદ માટે ભાજપના કેટલાક મહિલા કોર્પોરેટરો વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. મેયર અસીત વોરા અને ડેપ્યુટી મેટર દર્શનાબહેન વાધેલાની મુદ્દત 30મી એપ્રિલે પૂર્ણ થાય છે. હવે બાકીના અઢી વર્ષ માટે મેયર પદ મહિલા માટે અનામત હોવાથી સત્તાધારી ભાજપના કોઈ મહિલા કોર્પોરેટરની નિમણૂંક કરવામાં આવી છે.
આ મહત્વકાંક્ષી પદ માટે ભાજપના પ્રતિભાબહેન જૈન, મીનાક્ષીબહેન પટેલ, બિજલબહેન પટેલ, નંદીનીબહેન પંડયાના નામો ચર્ચામાં હતા. જ્યારે ડેપ્યુટી મેયરપદે અનામત કેટેગરીના વસંત પરમાર, મહાદેવ દેસાઈ, રમેશ દેસાઈના નામો ચર્ચામાં હતા.
અલબત્ત સોમવારે રાત્રે ભાજપ હાઈકમાન્ડની બેઠક મળી હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરના નામો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આથી આજે તેની સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ પૂરી કરવાની રહી હતી. હાલમાં ભાજપના 151 કોર્પોરેટરોની સામે કોંગ્રેસના 38, અપક્ષ બે અને એનસીપીના એક કોર્પોરેટર હોવાથી ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
