'વડીલો માફ કરજો, છાતીમાં દુ:ખે છે' , પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક ચાલુ ડાયરામાં લથડી
સાહિત્યકાર અને હાસ્ય કલાકાર માયભાઈ આહિરની ચાલુ ડાયરમાં જ તબિયત લથડી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. માયાભાઈ આહીર ગઈકાલે એટલે કે, 10 ફેબ્રૂઆરી 2025ના રોજ કડીના ઝુલાસણ ખાતે ડાયરો કરી રહ્યા હતા, તેમને સાંભળવા માટો સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ વચ્ચે તેમની તબિયત લથડી હતી અને આ અંગે તેમણે જ ચાલુ ડાયરામાં જ લોકોને જણાવ્યું હતું.
લોકોને ચાલુ ડાયરામાં માયાભાઈ આહીરે જણાવ્યું હતું. "મારા જીવનમાં પહેલી વખત તબિયત આવી બગડી છે, એટલે હું આપ બધાની માફી માગવા માટે આવ્યો છું અને મારો કોઈ એવો ઇરાદો નથી કે હું અહીંથી નીકળી શકું. પરંતુ આપ બધાને દાતાઓને, તમામ વડીલોને પ્રણામ કરું છું. પરમ દિવસે CM સાહેબ પધારે ત્યારે પણ બધાય ભાવથી એટલે અત્યારે બધી રાસગરબાની વાત છે અને બધા જ રાસ ગરબા રમજો. અને તમામ વડીલોની ક્ષમા માંગુ છું, 'I AM SORRY' ક્ષમા કરજો."
પહેલા પ્રાથમિક સારવાર અપાઈ
ચાલુ ડાયરામાં અચાનક માયાભાઈ આહીરને છાતીમાં દુ:ખાવો થતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને વધુ સારવારની જરૂર હોવાથી તેમને મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે, ચાલુ ડાયરા દરમિયાન ડાયરાના આયોજકે પણ માયાભાઈને પહેલા સારવાર લેવા માટે કહ્યું હતુ અને તેમનો કાર્યક્રમ 5 મિનિટ જ ટૂંકાવી દીધો હતો.

આયોજકોએ માયાભાઈને સારવાર લેવા જણાવ્યું
સ્ટેજ પરથી માયાભાઈ આહીર પાસેથી માઈક લઈને આયોજકોએ જણાવ્યું કે, "અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ-બહેનો અને દાતાઓને એક જાણ કરવાની છે કે માયાભાઇને અડધો કલાક પહેલા થોડો છાતી દુખાવો ઉપડ્યો છે અને આપણે પ્રાથમિક સારવાર આપી દીધી છે. ECG અને એ બધુ જોવાડાવ્યું તો મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની કાર્યવાહી કરવાની કરવી છે અને આપણાં મહેમાન છે, આપણી જવાબદારી ડબલ છે, તબિયત પહેલા, શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે અને જશે. એમને મહાભાઈ આહિરે કહ્યું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ. પરંતુ અમે કહ્યું કે તમને 5 મિનિટથી વધારે નહીં બોલવા દઈએ અને અમારી જવાબદારી છે, તમે અમારા મહેમાન છો તો અમે એમને શિફ્ટ કરશું. માયાભાઇ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બહુ સારી રીતે સારવાર થશે અને બધું સરસ થઈ જશે."
સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા
ઝુલાસણ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ સાહિત્યકાર માયાભાઈ આહીરને વધુ સારવાર માટે અમદાવાદની કે.ડી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને ડાયરા દરમિયાન હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવુ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
