ગુજરાતમાં મારૂતિનો નવો પ્લાન્ટ કાર્યરત થવામાં વિલંબ
અમદાવાદ, 26 ઓગસ્ટ : મંદીને કારણે મારૂતિ સુઝુકી ઇન્ડિયાની ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરવાની યોજના વિલંબમાં મુકાશે એવો સંકેત મળી રહ્યા છે. ખેડૂતો તરફથી પણ કંપની મુશ્કેલીનો સામનો કરી રહી છે. રાજય સરકાર દ્વારા કંપનીને ફાળવવામાં આવેલી જમીન ખેડૂતો પાછી માંગી રહયા છે. વિવાદનો મુખ્ય મુદો ગુજરાત સરકાર દ્વારા મારૂતિ સુઝુકીને હાંસલપુર અને ઉઘરોજપુરા ખાતે ફાળવવામાં આવેલી જમીનનો છે.
આ બંને ગામ માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર)નો ભાગ છે. ગ્રામવાસીઓ 'સર' હેઠળ જમીન નહીં ફાળવવાની માંગણીને વળગી રહયા છે. સરકારે તાજેતરમાં મૂળ 'સર'માં ફેરફાર કરી 36 ગામને 'સર'માંથી બહાર રાખ્યા છે.

હવે માંડલ-બેચરાજી સર હેઠળ માત્ર આઠ ગામને રાખવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત ખેડૂતોના વિરોધને પગલે 'સર' હેઠળનો વિસ્તાર અગાઉ નોટિફાય કરાયેલા 500 ચોરસ કિલોમીટરમાંથી ઘટાડી 100 ચોરસ કિલોમીટર કરવામાં આવ્યો છે. આ ગામડાંના ખેડૂતો 'સર'માં જોડાવા ઇચ્છતા નથી અને તેમને ઔદ્યોગિકીકરણ કરતાં ખેતી વધુ પસંદ છે.
તેમના જણાવ્યા અનુસાર આ ગામડાંમાં ઉપલબ્ધ જમીનના 50 ટકા ઉદ્યોગોને ફાળવી દેવાશે. તેને લીધે તેમની પાસે કૃષિ અને પશુઓના ચારાની જરૂરિયાતને સંતોષવા ખેડાણ માટે પૂરતી જમીન નહીં રહે. જમીન અધિકાર આંદોલન ગુજરાત (જાગ)ના સંયોજક સાગર રબારીએ જણાવ્યું હતું કે 'અમે 'સર' હેઠળ આ ગામડાંને સમાવવાના સરકારના નિર્ણયનો વિરોધ ચાલુ રાખીશું.'
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
