ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે મંગુ પટેલને મોદીએ આપ્યા અભિનંદન
ગાંધીનગર, 3 ઓક્ટોબર : આજે ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા ચોમાસુ સત્રના અંતિમ દિવસે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે દક્ષિણ ગુજરાતના ભાજપના અગ્રણી અને ભૂતપૂર્વ વનમંત્રી મંગુભાઈ પટેલ વિધિવત ચૂંટાઈ આવ્યા છે. 11 વર્ષ બાદ ઉપાધ્યક્ષની જગ્યા પર વરણી થઈ છે. મંગુભાઇ પટેલની સર્વાનુમતે થયેલી વરણીને પગલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ મંગુભાઇ પટેલ પાસે જઇને તેમને ઉપાધ્યક્ષના આસન સુધી દોરી ગયા હતા. આ પ્રસંગે તેમની સાથે નીતિનભાઇ પટેલ પણ હાજર હતા. નરેન્દ્ર મોદીએ મંગુભાઇ પટેલને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદ માટે શૈલેષ પરમારના નામની દરખાસ્ત કરેલ પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો 3૩ દિવસ પહેલા ગૃહમાંથી સસ્પેન્ડ થયા હતા. આજે માત્ર 3 કોંગ્રેસી ધારાસભ્યો જ ગૃહમાં હાજર હતા તેથી મંગુભાઈ વિના અવરોધે ઉપાધ્યક્ષ પદે ચૂંટાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત જ શાસક પક્ષના ધારાસભ્ય ઉપાધ્યક્ષ પદે ચૂંટાયા છે.

1
Photo : વિધાનસભાના ઉપાધ્યક્ષ મંગુભાઇને અભિનંદન આપતા મોદી

2
Photo : વિધાનસભાના ઉપાધ્યક્ષ મંગુભાઇને અભિનંદન આપતા મોદી

3
મંગુભાઇને તેમની બેઠક સુધી દોરી જતા મોદી

4
મંગુભાઇને તેમની બેઠક સુધી દોરી જતા મોદી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
