સતત 4 વાર લૂડોમાં હાર્યો તો પતિએ ઢોર માર મારી પત્નીની કમર તોડી નાખી

લૉકડાઉનમાં દેશના અલગ અલગ ભાગોમાં ઘરેલુ હિંસાના કેસ પણ સામે આવી રહ્યા છે.

લૉકડાઉનમાં દેશના અલગ અલગ ભાગોમાં ઘરેલુ હિંસાના કેસ પણ સામે આવી રહ્યા છે. લૉકડાઉન દરમિયાન લોકો ઑનલાઈન લૂડો ગેમ જોરદાર રમી રહ્યા છે. પરંતુ લૂડોની આ ગેમ હવે તણાવ અને હિંસા તરફ વધી રહી છે. ગુજરાતના વડોદરામાં આવો જ એક કેસ સામે આવ્યા છે જ્યાં લૂૂડોમાં હાર બાદ વ્યક્તિએ પોતાની પત્નીને એટલી ખરાબ રીતે મારી કે તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ ગઈ.

પત્ની નહોતી ઈચ્છતી પતિ ઘરેથી બહાર જાય

પત્ની નહોતી ઈચ્છતી પતિ ઘરેથી બહાર જાય

વાસ્તવમાં પત્ની ઈચ્છતી હતી કે તેનો પતિ લૉકડાઉનમાં ઘરમાંથી બહાર ન જાય. માટે પત્નીએ પતિને કહ્યુ કે ઘરમાં જ રહે અને બહાર ન જાય અને મોબાઈલ ફોન પર તેની સાથે લૂડો રમે. પતિ આ વાત પર રાજી પણ થઈ ગયો પરંતુ જ્યારે પત્નીએ પતિને વારવાર ગેમમાં હરાવી દીધો તો પતિ આ વાતથી નારાજ થઈ ગયો. ઘટના વિશે કાઉન્સિલરે જણાવ્યુ કે મહિલા ઘરમાં બાળકોને ટ્યુશન પણ ભણાવે છે અને તે ઘરની આર્થિક મદદ પણ કરે છે.

અહમ ઘવાયો

અહમ ઘવાયો

કાઉન્સિલરે જણાવ્યુ કે સતત 3-4 વાર પત્નીથી હાર્યા બાદ પતિ ચર્ચા કરવા લાગ્યો જે ધીમે ધીમે ઝઘડામાં ફેરવાઈ ગયો. ત્યારબાદ પતિએ પત્નીને પીટવાનુ શરૂ કર્યુ. યુવકે પત્નીને કરોડરજ્જુ પર એટલુ જોરથી માર્યુ કે મહિલાને ગંભીર ઈજા આવી ગઈ. વાસ્તવમાં હાર બાદ યુવકનો અહમ ઘવાયો હતો. તેને લાગ્યુ કે પત્ની ખુદને વધુ સ્માર્ટ સમજે છે કારણકે તે ઘરમાં આર્થિક મદદ પણ કરતી હતી. આના કારણે પતિના અહમને ઠેસ પહોંચી હતી. યુવકે એક પ્રાઈવેટ ઈલેક્ટ્રોનિક કંપનીમાં કામ કરે છે. યુવક ઠીકઠાક પૈસા કમાય છે પરંતુ ઘરના હપ્તા ભરવા માટે મહિલાએ પણ ટ્યુશન ભણાવવાનુ શરૂ કરી દીધુ અને બ્યુટીશિયનનો કોર્સ કર્યો.

કેસ નથી નોંધાવ્યો

કેસ નથી નોંધાવ્યો

ઈજા થયા બાદ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. મહિલાઓ નિર્ણય લીધો કે તે ઈલાજ બાદ પિયર જશે. પરંતુ કાઉન્સેલિંગ બાદ મહિલાએ પતિ સામે પોલિસ ફરિયાદ ન કરવાનો નિર્ણય કર્યો અને પતિ સાથે રહેવાનો નિર્ણય કર્યો. યુવકે પત્નીની માફી માંગી. સાથે જ કાઉન્સેલર તરફથી ચેતવણી આપવામાં આવી કે જો ફરીથી ઘરેલુ હિંસાનો કેસ સામે આવ્યો તો તેની ધરપકડ થઈ શકે છે. જો કે પતિ માફી માંગીને ફરીથી હિંસા ન કરવાની વાત કહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X