મહેસાણાના બહુચરાજી પંથકમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રાજ્યભરમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ તેની અસર વર્તાઈ છે. મહેસાણાના બહુચરાજી તાલુકામાં અણધાર્યો વરસાદ પડવાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે બહુચરાજી વિસ્તારમાં અચાનક વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ કમોસમી વરસાદને લીધે ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ સમયે ખેડૂતોના પાકો તૈયાર થવાના આરે છે, તેવા સમયે કમોસમી વરસાદનું આગમન ખેડૂતો માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યું છે. અણધાર્યા વરસાદના કારણે પાકને નુકસાન થવાની શક્યતા વધી ગઈ છે, અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બહુચરાજી તાલુકાના ખેડૂતો હવે સરકાર પાસે યોગ્ય સહાય અને નુકસાનનો સર્વે કરાવવાની માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેઓ આ કુદરતી આફતમાંથી બહાર આવી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
