સ્વયં સૈનિક દળનું મહા આદોલન, 26 જુલાઇના રોજ દરેક જિલ્લામાં આપશે આવેદન
સમગ્ર ભારતમાં બહુજન, દલિત, આદિવાસી અને ગરીબ લોકો પર થઈ રહેલા અત્યાચારને રોકવા માટે સ્વયં સૈનિક દળ દ્વારા, ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી 26 જુલાઇના રોજ આવેદન અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.
સ્વયં સૈનિક દળ દ્વારા આ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત દેશમાં SC, ST, બહુજન સમાજ પર વર્ષોથી અત્યાચારો થઈ રહ્યા છે અને દિવસે ને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે. આટ આટલા બનાવો બનવા છતાં સરકાર ગુનેગારો પર કોઈપણ પ્રકારના પગલાં ભરી નથી રહી. આ જોતાં એવું લાગી રહ્યું છે કે, સરકાર ગુનેગારને છાવરી રહી છે, અને ગુનેગાર સરકારના ઈશારે કામ કરતા હોય એવું લાગી રહ્યું છે.

જે કારણે માટે સ્વયં સૈનિક દળ SSD દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ફ્લેગ માર્ચ, આવેદન અને એક દિવસના ધરણાનું આયોજન 26/07/2023, બુધવારના રોજ સવારે 10 થી 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ અને શહેરોના સ્વયં સૈનિક દળના સૈનિકોએ તેમના કામમાંથી એક દિવસની રજા લઈને આ આંદોલનમાં પોતાનો સમય આપવાનો છે.
સ્વયં સૈનિક દળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્તમાન સમયમાં અમુક લોકો એવું માને છે કે, દેશવાસીઓની માતા, બહેન અને પુત્રી પર બળાત્કાર અને પિતા, પુત્ર અને ભાઈ પરના દમન કરતાં પૈસા વધુ મહત્વપૂર્ણ છે. તેથી તેઓ નોકરી પર રજા રાખ્યા વગર કામ પર જઈ શકે છે, અને જેઓ માને છે કે, દેશના લોકો પર થઈ રહેલા જુલમને કારણે કાગળના પૈસાથી કોઈ ફરક પડતો નથી, એટલે કે જો તે નોકરીમાંથી એક દિવસની રજા લે, તો તેને આંદોલનમાં હાજર ન રહેવાથી જેટલું મોટું નુકસાન વેઠવું પડે છે, તેટલું મોટું નુકસાન ન થાય. તે તમામ સૈનિકો તેમની નોકરી રજા પર રાખીને આંદોલનમાં જોડાઈ શકે છે.
સ્વયં સૈનિક દળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપણે આપણી બહેનો, દીકરીઓ, માતાઓ, ભાઈઓ, પિતા અને પુત્રો પરના દમનને લઈને પોતપોતાની નોકરી પર એક દિવસની રજાનું આયોજન કરીને આ આંદોલનમાં સહભાગી થવાની દરેક વ્યક્તિની જવાબદારી બને છે.
સ્વયં સૈનિક દળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સવારે 12 વાગ્યાથી બપોરના 04 વાગ્યા સુધી ડૉ. બાબાસાહેબની પ્રતિમા પાસેથી ફ્લેગ માર્ચ કાઢીને કલેક્ટર કચેરીએ જઈને શાંતિપૂર્ણ વિરોધ કરી આવેદનપત્ર આપી સલામી આપ્યા બાદ દરેકે પોતપોતાના ઘરે પરત ફરવાનું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
