આખા રાજ્યમાં થશે માધવપુર મેળા 2025ની ઉજવણી, જાણો ઇતિહાસ અને રસપ્રદ તથ્યો
Madhavpur Mela 2025: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે.
6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે.
ઉત્તરપૂર્વના આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવા વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
માધવપુર ઘેડ મેળો 2025ની ભવ્ય ઉજવણી - પાંચ દિવસીય મેળા દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ ઉત્તરપૂર્વના રાજ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. ગુજરાતમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોના સૌથી મોટા જૂથ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.
આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે ભવ્ય અરેના એટલે કે સ્ટેડિયમ પદ્ધત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પૂર્વોત્તરના મળીને 1600 કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે.
જે આજ દિન સુધી બે અલગ અલગ સંસ્કૃતિના ના કલાકારો દ્વારા સયુક્ત રીતે પરફોર્મ થનાર સૌથી મોટી સાંસ્કૃતિક પ્રસ્તુતિ થવા જઈ રહી છે.
એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી - માધવપુર ઘેડ મેળો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારત ના વિઝનને સાકાર કરે છે.
જેનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના છે તેનો અંતિમ ઉદ્દેશ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે.

આ સ્થળોએ પણ આયોજિત થશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો - આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ - આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે તા. 6થી 10 એપ્રિલ દરમિયાન મેળાનું આયોજન...
— Gujarat Information (@InfoGujarat) March 29, 2025
માધવપુર ઘેડના મેળામાં ભાગ લેવા ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોના 600થી વધુ કલાકારોનું ગુજરાતમાં આગમન…#Madhavpur#MadhavpurFair2025 #FestivalsOfIndia pic.twitter.com/OEarQ552U7
માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ની સાથે સાથે અહી મેલ માં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન - આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે.
9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે,. 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકમિણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીની પાવન જીવન ગાથા સાથે સંકળાયેલ માધવપુરનો મેળો એ માત્ર મેળો નહીં, એ ભારતની કલા અને સંસ્કૃતિનું સંગમ સ્થાન છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 30, 2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની પરિકલ્પનાનું જીવંત દ્રષ્ટાંત એટલે માધવપુર મેળો.
આગામી 6 થી 10… pic.twitter.com/ZAgGRckVP6
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
