Lothal museum : લોથલ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનું PM મોદી નિરીક્ષણ કરશે, જાણો વિશેષતાઓ
Lothal museum : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લામાં આવેલ ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરશે અને સમીક્ષા બેઠક યોજશે.
આ પ્રોજેક્ટ 4500 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે, જે ભારતની પ્રાચીન દરિયાઈ શક્તિ અને સમૃદ્ધિને ફરી ઉજાગર કરશે.

લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મુખ્ય બંદર અને વેપારી કેન્દ્ર હતું, તે ભારતની દરિયાઈ તાકાત અને સમૃદ્ધિનું પ્રતીક રહ્યું છે. આ કોમ્પ્લેક્સ ઇતિહાસ, શિક્ષણ, સંશોધન અને મનોરંજનનું એક અનોખું કેન્દ્ર બનશે, જ્યાં આધુનિક ટેકનોલોજી દ્વારા ભારતના ભવ્ય દરિયાઈ વારસાને જીવંત કરવામાં આવશે.
આ ભવ્ય પ્રોજેક્ટમાં અનેક નવીન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેને એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ બનાવશે.
- વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ : આ કોમ્પ્લેક્સમાં 77 મીટર ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે, જેમાં 65 મીટરની ઊંચાઈએ ઓપન ગેલેરી હશે. રાત્રિના સમયે લાઇટિંગ શો પણ યોજાશે.
- થીમ પાર્ક : અહીં ચાર મુખ્ય થીમ પાર્ક હશે. મેમોરિયલ થીમ પાર્ક, મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક, ક્લાઇમેટ થીમ પાર્ક, અને એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક.
- 14 ગેલેરીઓ : આ મ્યુઝિયમમાં હડપ્પન કાળથી લઈને આધુનિક સમય સુધીના ભારતના સમુદ્રી વારસાને દર્શાવતી 14 ગેલેરીઓ હશે.
- ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને ટેન્ટ સિટી : મુલાકાતીઓ માટે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 100 રૂમનું ટેન્ટ સિટી, અને રિસોર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે.
- મેરિટાઇમ યુનિવર્સિટી : આ કોમ્પ્લેક્સમાં એક મેરિટાઇમ યુનિવર્સિટી પણ સ્થાપિત થશે, જે દરિયાઈ અભ્યાસ અને સંશોધન માટેનું કેન્દ્ર બનશે.
- રોજગારીની તકો : આ પ્રોજેક્ટ ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાને વેગ આપશે અને હજારો લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. આ સાથે જ, અનેક કુટીર ઉદ્યોગોના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
આ પહેલ મેરિટાઇમ હેરિટેજ ટુરિઝમ, સંશોધન અને નીતિગત વિકાસમાં ભારતને એક વૈશ્વિક કેન્દ્ર બનાવીને 'આત્મનિર્ભર ભારત'ના વડાપ્રધાનના વિઝનને સાકાર કરશે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
