જાણો : લંડનમાં બેરોજગાર સ્ટીવ ગુજરાતના બેચરાજી મંદિરમાં કેવી રીતે માતાજી બની ગયો?
બેચરાજી, 20 સપ્ટેમ્બર : કરમની કહાણી કોઇએ ના જાણી. આ વાત મૂળ દક્ષિણ પશ્ચિમ લંડનમાં જન્મેલા અને ઉછરેલા અને છેવટે ગુજરાતના બહુચરાજીમાં આશ્રય મેળવનારા સ્ટીવ કૂપર પર બિલકુલ બંધ બેસે છે. વિધિના લેખ કોઇ કળી શકતું નથી. 34 વર્ષના સ્ટીવ કૂપરને પણ ખ્યાલ ન હતો કે તેનું નસીબ લંડનને બદલે ગુજરાતના બેચરાજીમાં લઇ આવશે.
સામાન્ય રીતે વિદેશીઓ જેટલા ભારત નથી આવતા તેનાથી અનેક ગણા ભારતીયો વિશ્વના જુદા જુદા ખૂણે જઇને વસેલા છે. ભારતીયોને વિદેશ વસવાટ કરવાના લોકપ્રિય સ્થળોમાં અમેરિકા, બ્રિટનના લંડન અને ત્યાર બાદ કેનેડા અને ઓસ્ટ્રેલિયા અને છેલ્લે દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
ભારત કરતા વધુ નાણા કમાવવા મળશે એવી આશાએ વિદેશ જતા ભારતીયોને વિચારતા કરી મૂકે એવી કહાની સ્ટીવ કૂપરની છે. કોણ હતો સ્ટીવ?, શું છે તેની લંડનની કહાની?, તે બેચરાજી કેવી રીતે આવ્યો? એવા પ્રશ્નોના જવાબ જાણવા આગળ ક્લિક કરો...

કોણ હતો સ્ટીવ કૂપર?
સ્ટીવ કૂપર લંડનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા ટૂટિંગમાં જન્મ્યો અને ઉછર્યો હતો. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતો હતો. તે છુટક કામ કરીને થોડા પૈસા મેળવતો હતો અને પોતાનું ગુજરાત ચલાવતો હતો. જો કે તેને લંડનમાં કોઇ સારી અને કાયમી નોકરી મળી ન હતી. જેના કારણે તે બેરોજગાર હતો. તે ભારત આવતા પહેલા અત્યંત સંકડાશ ધરાવતા ઘરમાં રહેતો હતો.

ગુજરાત આવવાની પ્રેરણા કેવી રીતે મળી?
સ્ટીવ જ્યાં રહેતો હતો ત્યાં કેટલાક ગુજરાતી અને ભારતીય મિત્રો બન્યા હતા. તે અવારનવાર ભારત અને ગુજરાત વિશે તેને જણાવતા રહેતા હતા. એક વાર તેના એક ગુજરાતી મિત્રએ તેને જણાવ્યું હતું કે તે પ્રાચીન માતાજીની જેમ જ દેખાય છે અને ચાલે છે. આ વાતે તેને પહેલાતો આંચકો આપ્યો, પણ પછી તેણે ભારતના ગુજરાતમાં આવવાનો નિર્ણય લીધો.

સ્ટીવમાંથી પામેલા અને પામેલામાંથી પ્રેમા
સ્ટીવ ગુજરાત આવ્યો ત્યારે પોતાને પામેલા તરીકે ઓળખાવતો હતો. જો કે તેમના ભક્તોએ તેમને પ્રેમથી પ્રેમા નામ આપ્યું છે. હવે પ્રેમા નામથી જ તેઓ જાણીતા છે.

બહુચરાજીમાંથી ક્યાંય જવું નથી, હવે અહીંજ વસવાટ
પ્રેમાનું કહેવું છે કે 'સામાન્ય જીવનમાં હું ક્યાંય ગોઠવાઇ શકતો ન હતો. હવે મને મારું અસલી જીવન મળ્યું છે. હું અહીં શુભ થવા માટે રહીશ. હવે બહુચરાજીમાંથી ક્યાંય જવું નથી, હવે અહીંજ વસવાટ કરવાનો છે.

માતાજી તરીકે ઓળખ મળી
પ્રેમાની વર્તણૂંક અને સદભાવને કારણે તેમને માતાજી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં આવેલા બહુચરાજી મંદિરને કિન્નરોના દેવી તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમાજીને સ્થાનિકો બહુચર માતાનો અવતાર ગણે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી બહુચરાજીમાં છે.

માનવામાં આવે છે કે વંધવ્ય નિવારણ કરે છે બહુચર માતા
એક લોક વાયકા પ્રમાણે બહુચર માતા વંધવ્ય નિવારણ કરે છે. પ્રેમા હવે માતાજી તરીકે ઓળખાય છે અને જ્યારે પણ ગામમાં જાય છે ત્યારે લોકો સાક્ષાત બહુચર માતા આવ્યા છે અને જય બહુચર માતા તેવો જયઘોષ કરે છે.

ટૂટિંગની યાદ નથી આવતી
બહુચરાજીમાં લોકો દૂર દૂરથી પ્રેમા માતાજીના આશીર્વાદ લેવા આવે છે. લોકોનો પ્રેમ અને પોતાના જીવનની સાર્થકતા જોઇને સ્ટીવ હવે ઇતિહાસ બની ગયો છે. સ્ટીવ હવે પ્રેમા છે. અને પ્રેમાને પોતાના વતન ટૂટિંગની જરા પણ યાદ આવતી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
