લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરત વિશે
લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરત વિશે
ગુજરાતની લોકસભા સીટ સુરત પર હાલમાં ભારતીય જનતા પાર્ટીનો કબ્જો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ અને કોંગ્રેસના ઉમેદવાર નૈસદભાઈ ભુપતભાઇ દેસાઈ વચ્ચે ટક્કર થઈ હતી. ભાજપના 57 વર્ષીય ઉમેદવાર દર્શના જરદોશની 718,412 જેટલા જંગી વોટથી જીત થઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈસદભાઈ ભુપતભાઇ દેસાઈને 185,222 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

સુરત સીટ પર સાંસદ દર્શના જરદોશની આ બીજી ટર્મ છે. પોતાની બીજી ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદમાં કુલ 71 ડિબેટમાં ભાગ લીધો હતો. તેમણે 11 પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ કર્યાં હતા. સંસદમાં તેમણે 351 સવાલો પૂછ્યા હતા. સદનમાં દર્શના જરદોશની 94 ટકા હાજરી રહી.
તમારા સાંસદ કેટલું ભણેલા છે? અહીં જાણો
જો સુરતના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો આ સીટ પર ઘણા વર્ષો પહેલા કોંગ્રેસનું પ્રભુત્વ હતું. વર્ષ 1952 દરમિયાન કનૈયા લાલા દેસાઈ અહીં સાંસદ હતા, જેઓ કોંગ્રેસથી આવતા હતા. ત્યારપછી 1957 થી 1979 સુધી કોંગ્રેસના મોરારજી ભાઈ દેસાઈ અહીં સાંસદ રહ્યા. વર્ષ 1980 થી 1988 સુધી પણ આ સીટ કોંગ્રેસના પક્ષમાં રહી અને સીડી પટેલ અહીંના સાંસદ રહ્યા. પરંતુ ત્યારપછી સત્તા પલટો આવ્યો અને ભાજપ 1989 થી અહીં સત્તામાં આવ્યું, જે હજુ સુધી છે. 1989 થી 2008 સુધી ભાજપના કાશીરામ રાણા અહીંના સાંસદ રહ્યા. ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ વર્ષ 2009 થી અત્યારસુધી આ સીટ પર સાંસદ છે.
હવે જો સુરત સીટ પરના મતદાતાઓની વાત કરીએ તો લોકસભા 2014માં કુલ 1,484,068 મત નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 803,829 અને મહિલા મતદાતા 680,239 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 539,368 પુરુષ મતદાતાઓ અને 408,554 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 947,922 મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે સુરત લોકસભા મતવિસ્તારની વસતી 2,617,024 છે જેમાંથી 6.67% વસ્તી ગ્રામીણ જ્યારે 93.33% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 2.72 ટકા એસસી અને 3.96 ટકા એસટી મતદાતાઓ છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: વડોદરા મતવિસ્તારનો ઈતિહાસ જાણો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
