લોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈતિહાસ
લોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈતિહાસ
ભાવનગર લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. ભાવનગર સીટ પર છેલ્લી 7 ટર્મથી સતત ભગવો લહેરાઈ રહ્યો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડૉ. ભારતીબેન શિયાળ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડ વચ્ચે ટક્કર થઈ હતી. ડૉ.ભારતીબેન શિયાળે પ્રવિણભાઈ રાઠોડને 295,488 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં ભાવનગર સીટ પર ભાજપનો વોટશેર +25.67 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -5.60 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 54 વર્ષીય ઉમેદવાર ડૉ. ભારતીબેન શિયાળને 549,529 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રવિણભાઈ રાઠોડે 254,041 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

આ જીત સાથે જ ડૉ. ભારતીબેન શિયાળ બીજી પહેલી ભાવનગરથી સાંસદ બન્યા. ભાવનગર સીટ પર સાંસદ ડૉ. ભારતીબેન શિયાળની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 33 ડિબેટમાં ભાગ લીધો હતો, જો કે એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં અને સદનમાં કુલ 168 પ્રશ્નો પૂછ્યા હતા, જો કે તેમની હાજરી 94% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી વધુ છે.
તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો
જો ભાવનગરના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો બોમ્બે સ્ટેટથી ગુજરાત અલગ થયું ત્યાં સુધી આ સીટ ગોહિલવાડ તરીકે ઓળખાતી હતી. 1952માં કોંગ્રેસના ચિમનલાલ શાહ, 1952 પેટાચૂંટણીમાં કોંગ્રેસના બળવંતરાય મેહતા, 1957માં પણ કોંગ્રેસના બળવંતરાય મેહતા, 1962માં પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના જશંત મેહતા, 1967માં કોંગ્રેસના ડૉ. જીવરાજ એન. મેહતા, 1969માં કોંગ્રેસના પ્રસન્નભાઈ મેહતા, 1971માં પણ પ્રસન્નભાઈ મેહતા, 1980માં જનતા પાર્ટી તરફથી પણ પ્રસન્નભાઈ મેહતા ચૂંટાયા, 1980 અને 1984માં કોંગ્રેસના ગીગાભાઈ ગોહિલ, 1989માં કોંગ્રેસના શશિભાઈ જામોદ, 1991માં ભાજપના મહાવિરસિંહ ગોહિલ તથા 1996, 1998, 1999, 2004 અને 2009માં ભાજપના રાજેન્દ્રસિંહ રાણા તથા 2014માી ભાજપના ડૉ. ભારતીબેન શિયાળ ચૂંટાઈ આવ્યા.
હવે જો ભાવનગર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં ભાવનગર સીટ પર કુલ 1,594,531 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 834,571 અને મહિલા મતદાતા 759,960 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 519,525 પુરુષ મતદાતાઓ અને 397,877 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 917,402 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે ભાવનગર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,310,078 છે જેમાંથી 54.93% વસ્તી ગ્રામીણ જ્યારે 45.07% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 5.66 ટકા એસસી અને 0.34 ટકા એસટીની વસાહત છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો જામનગર સીટ પર કોનો દબદબો છે વધુ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
