Lok Sabha Election Result 2024 : 10 વર્ષ પછી ગુજરાતમાં બીજેપી સૌથી કમજોર, જાણો અત્યારસુધીના આંકડા
લોકસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી અને સાથી પક્ષોની સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે. જે રીતે પરિણામ આગળ વધી રહ્યાં છે તેને જોતા કેન્દ્રમાં કોની સરકાર બનશે તે નક્કી નથી.
એક તરફ કેન્દ્રમાં બીજેપીને ફટકો પડી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં બીજેપી 10 વર્ષમાં સૌથી કમજોર જોવા મળી રહી છે. અત્યારસુધીના આંકડા અનુસાર, બીજેપી અહીં કેટલીક સીટો ગુમાવી શકે છે. ગુજરાતમાં બીજેપી 2 સીટો પર પાછળ ચાલી રહી છે.

ગુજરાતની હાલની સ્થિતી
- અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી 2 લાખ મતોથી આગળ છે અને તેમની જીત નક્કી છે.
- આ સિવાય રાજકોટ અને પોરબંદર બેઠક પરથી બીજેપીના ઉમેદવાર મોટી લીડ સાથે આગળ છે. અહીં ક્ષત્રિયા આંદોલનની મોટી અસર જોવા મળી નથી.
- ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ બે લાખથી વધુ મતોથી આગળ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સોનલ પટેલને 53743 વોટ મળ્યા છે.
- ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ પહેલા જ જીતી ચૂકી છે. રાજ્યની 25 બેઠકોના પરિણામ પર મતગણતરી ચાલી રહી છે.
- ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન નાગાજી ઠાકોર ભાજપના ઉમેદવાર ડો.આર.એચ.ચૌધરી ઉપર લીડ મેળવવામાં સફળ થયા છે. તેઓ ભાજપના ઉમેદવાર કરતાં 239 મતોથી આગળ છે.
- આ સિવાય ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માં કુલ 23 રાઉન્ડમાંથી દશમાં રાઉન્ડ ના અંતે આપના ઉમેદવાર ચૈતર વસાવાને મળેલ મતો 290014 સામે બીજેપીના મનસુખ વસાવાને 3,53,019 મતો મળ્યા છે અને ભાજપ 63005 મતોથી આગળ છે.
- વડોદરાની વાત કરીએ તો વડોદરા લોકસભા સીટ પર બીજેપીના ડો.હેમાંગ જોશી 567132 મતો સાથે આગળ છે. કોંગ્રેસ ઉમેદવાર જસપાલસિંહ પઢીયારને 203178 મત મળ્યા છે. બીજેપી 363954 મતથી આગળ છે.
- અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર દિનેશ મકવાણા 13 રાઉન્ડ બાદ આગળ છે. અહીં 2,26,061 વોટથી આગળ છે.
- ભાવનગર બોટાદ બેઠક પર બીજેપીના નિમુબેન બાંભણીયા 237255 મત સાથે આગળ છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને 83206 મત મળ્યા છે. નિમુબેન 154049 લીડ સાથે આગળ છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
