Lok Sabha Election : બીજેપી અનામત ખતમ કરવા માંગે છે, રાહુલ ગાંધીનો મોટો આરોપ
લોકસભા ચૂંટણીમાં અનામતનો મુદ્દો ગરમાયો છે. એક તરફ બીજેપીને અનામત માટે ખુલાસા કરવા પડી રહ્યા છે તો હવે રાહુલ ગાંધીએ બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ બંધારણ બદલવાનો આરોપ લગાવીને અનામત નાબૂદ કરવા માટે ભાજપ પર નિશાન સાધી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના ખરગોનમાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીનું અંતિમ ધ્યેય વંચિતોની અનામત છીનવીને તેને ઘટાડીને 0% કરવાનું છે, પરંતુ અમે 50% અનામતની મર્યાદા તોડીને દેશમાં સામાજિક ન્યાય બતાવીશું, આ કોંગ્રેસની ગેરંટી છે. નરેન્દ્ર મોદી તમારૂ અનામત ખતમ કરવા માંગે છે.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપની સરકાર બનતાની સાથે જ તેઓ દલિત, પછાત વર્ગ અને આદિવાસીઓ પાસેથી અનામત છીનવી લેશે. જ્યારે ભાજપ અનામત છીનવી લેવાની વાત કરી રહી છે ત્યારે અમે અનામતની 50% મર્યાદા હટાવીશું અને તેને વધારીશું.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આ લડાઈ બે વિચારધારાઓ વચ્ચે છે. આમાં કોંગ્રેસ બંધારણનું રક્ષણ કરી રહી છે, જ્યારે ભાજપ બંધારણને ખતમ કરવા માંગે છે, પરંતુ અમે દરેક કિંમતે બંધારણની રક્ષા કરતા રહીશું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મીડિયા કહે છે કે મનરેગા લોકોની આદતો બગાડે છે. પરંતુ જ્યારે અબજોપતિઓની લોન માફ કરવામાં આવે તો તેને વિકાસ કહેવાય, પરંતુ અમારી સરકાર આવતાં જ અમે મનરેગા મજૂરોને દૈનિક વેતનમાં 400 રૂપિયાનો વધારો કરીશું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
