અમદાવાદ પશ્ચિમઃ અહી દાવ પર છે મોદીની પ્રતિષ્ઠા!
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી માટે 30 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ઘણી બેઠકો એવી છેકે જે 2009ની લોકસભાની ચૂંટણી નિર્માણ પામી હતી. જેમાંની અમદાવાદ પશ્ચિમ બેઠક છે. જે પ્રકારે દેશમાં મોદીની આંધી અને ભાજપની લહેર જોવા મળી રહી છે, તેને જોતા ભાજપ પોતાની આ બેઠક પર વિજય સુનિશ્ચિત કરી શકે છે, તેમ છતાં અંતિમ નિર્ણય જનતાનો હોય છે, મતદાતાઓનો મિજાજ આ વખતે કેવો છે તે 30 એપ્રિલના રોજ થનારા મતદાન અને 16મી મેનાં રોજ આવનારા પરિણામ બાદ જ માલુમ પડશે.
અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીનો વિજય થયો હતો. તેઓ 91 હજાર મતોની સરસાઇથી વિજેતા થયા હતા, ભાજપે આ વખતે પણ તેમના પર જ પસંદગી ઉતારી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે 2009માં શૈલેષ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ જીતી શક્યા નહોતા આ વખતે કોંગ્રેસે ઇશ્વર મકવાણાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે તેમના પર આ બેઠક પર વિજયી થવાનું દબાણ જરૂરથી રહેશે, બીજી તરફ આ બેઠક અતંર્ગત નરેન્દ્ર મોદીની વિધાનસભા બેઠક પણ આવે છે, તેથી તેનો સીધો લાભ કિરીટ સોંલકીને થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી આ બેઠક પર આછેરી નજર ફેરવીએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
