Lok Sabha Election 2024: પહેલા ચરણ માટે નોટિફિકેશન જાહેર, જાણો મહત્વની તારીખો
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે અધિસુચના જાહેર કરવામાં આવી છે. પહેલા ચરણમાં યોજાનારા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 102 સીટ પર નામાંકન પ્રક્રિયા આજથી શરૂ થઇ ગઇ છે.
નોમિનેશન માટેની આ છેલ્લી તારીખ છે - લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. બિહાર માટે નોમિનેશનની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. આ સિવાય બિહારમાં નામાંકન પરત ખેંચવા માટે 2 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.

તહેવારને કારણે બિહારમાં લોકસભાની પ્રથમ તબક્કાની બેઠકો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ રાખવામાં આવી છે. બિહારની 40માંથી 4 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે.
આ રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે - પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમાં પોંડીચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કાનું મતદાન ક્યારે થશે? - લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થશે. 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ સાત અલગ-અલગ તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 જૂનના રોજ મતગણતરી થશે.
તબક્કો 1: અરુણાચલ પ્રદેશ, બિહાર, આસામ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પોંડિચેરીનો સમાવેશ થાય છે.
તબક્કો 2: આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર.
તબક્કો 3: આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને જમ્મુ અને કાશ્મીર.
તબક્કો 4: આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીર.
તબક્કો 5: બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને જમ્મુ અને કાશ્મીર.
તબક્કો 6: બિહાર, ગુજરાત, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી.
તબક્કો 7: બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ.
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7 તબક્કામાં ચૂંટણી થશે
- પ્રથમ તબક્કો - 19 એપ્રિલ (102 બેઠકો)
- બીજો તબક્કો - 26 એપ્રિલ (89 બેઠકો)
- ત્રીજો તબક્કો - 07 મે (94 બેઠકો)
- ચોથો તબક્કો - 13 મે (96 બેઠકો)
- પાંચમો તબક્કો - 20 મે (49 બેઠકો)
- છઠ્ઠો તબક્કો - 25 મે (57 બેઠકો)
- સાતમો તબક્કો - 01 જૂન (57 બેઠકો)
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
