ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સમારોહમાં સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ર૦ર૧-રરના સાહિત્ય ગૌરવ પુરસ્કારોથી નવ જેટલા સાહિત્ય સર્જકોનું સન્માન કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે સાહિત્ય, સંસ્કૃતિ, કલા-કારીગરીના આપણા ભવ્ય વારસા અને વિરાસતને વિશ્વખ્યાતિ અપાવવામાં સાહિત્યસર્જકોનું ઉલ્લેખનીય પ્રદાન છે.

મુખ્યમંત્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ ર૦ર૧-રર ના પુરસ્કારો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અને યુવા સાહિત્યકારોને અર્પણ કર્યા હતા. આ પુરસ્કારો અંતર્ગત હિન્દી, કચ્છી અને ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન માટેના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, સાહિત્ય એવી સંજીવની છે જે આપણા જીવનને ઊર્જા-ચેતનાથી ભરી દે છે. આજના બદલાતા સમયમાં યુવા પેઢીના નવતર-નૂતન વિચારોને ઝિલીને એને પ્રતિબિંબિત કરવાનું મહત્વનું કામ ગુજરાત સાહિત્ય અકાદમી કરે છે તે અભિનંદનીય છે એમ તેમણે ઉમેર્યુ હતું.
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આપેલી એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાહિત્યના માધ્યમથી સાકાર કરવાની પ્રેરણા આપી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે શ્રેષ્ઠ ગુજરાતી કૃતિઓનો હિન્દી-અંગ્રેજીમાં અને અન્ય ભાષાની સારી કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને આ સંકલ્પના સાકાર થઇ શકે તેમ છે.
તેમણે સાહિત્ય અકાદમી માટે અત્યાધુનિક મેઘાણી અકાદમી ભવન આગામી સમયમાં સૌ સાહિત્યકારોની સેવામાં ખૂલ્લું મુકવાની રાજ્ય સરકારની નેમ આ તકે દર્શાવી હતી.
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઇ બેરા, બળવંત જાની, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હર્ષદ પટેલ અને અગ્રગણ્ય સાહિત્યકારો, લેખકો, સાહિત્ય પ્રેમીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
