ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર, બેફામપણે વેચાય છે દારૂઃ કોંગ્રેસ
ગુજરાતના બોટાદ અને અમદાવાદ જીલ્લાના ગામોમાં ભયાવહ લઠ્ઠાકાંડના કારણે શ્રમિક પરિવારના 32 જેટલા લોકોના મોત થયા છે. પોલીસના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે કેમિકલ પીવાના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાતાં હોનારત સર્જાઇ છે.
ગુજરાતના બોટાદ અને અમદાવાદ જીલ્લાના ગામોમાં ભયાવહ લઠ્ઠાકાંડના કારણે શ્રમિક પરિવારના 32 જેટલા લોકોના મોત થયા છે. પોલીસના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે કેમિકલ પીવાના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાતાં હોનારત સર્જાઇ છે. ત્યારે, કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર માછલાં ધોવાયાં છે.

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં રોજ બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા સરકાર કાગળ પરની દારૂબંધી અંગે નિષ્ફળ ભાજપા સરકાર લાજવાને બદલે ગાજવાનું બંધ કરે. ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ કેમ મૌન છે ? સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી રાજ્યમાં દારૂ ઘુસેડવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક સરપંચની લેખિત રજુઆત છતાં કોઈ પગલા ભરાયા નહીં અને લઠ્ઠાકાંડ થયું. 32 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ તંત્રએ કોઈપણ પગલા ન લીધા.
લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ પહોચ્યા હતા. જે દરમિયાન અંતિમ યાત્રામાં જોડાયા હતા. કોંગ્રેસ મોવડી મંડળે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડીત લોકોની મુલાકાત પણ લીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
