ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમી લોન્ચ
Kilkari and Asha Mobile Academy: કેન્દ્રીય બજેટમાં દેશની 10 લાખ આશા બહેનો અને 25 લાખ આંગણવાડી કાર્યકરોને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાની જોગવાઇ અને 9 થી 14 વર્ષની દીકરી માટે સર્વાઇકલ વેક્સિનની પહેલ મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક સરાહનીય કદમ છે.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી એસ. પી. વધેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં બાળમૃત્યુ અને માતા મૃત્યુ દર ઘટાડવાની સાથે કુપોષણ નાબૂદી માટે વધુ એક અનુકરણીય પહેલ હાથ ધરવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પવાર અને એસ.પી. વધેલના હસ્તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કિલકારી અને આશા મોબાઇલ એકેડમીનું વર્ચ્યુઅલી લોન્ચીંગ કરીને સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

ગર્ભાવસ્થાના ચોથા મહિનાથી લઇ પ્રસુતિના એક વર્ષ સુધી આ એપ મહિલાઓને અને નવજાત બાળકને મદદરૂપ બનશે. સગર્ભાવસ્થા, બાળજન્મ અને બાળ સંભાળ વિશે મફત, સાપ્તાહિક, યોગ્ય સમયે 72 ઓડિયો સંદેશાઓ સીધા પરિવારોના મોબાઇલ ફોન પર પહોંચાડશે.
કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી એસ. પી. વધેલ કિલકારી એપને મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પહેલ જણાવી હતી. તેમણે આ વર્ષના બજેટમાં 10 લાખ આશા બહેનો અને 25 લાખ આંગણવાડી કાર્યકરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળનાર જોગવાઇને પણ આવકારી હતી. આ વર્ષના બજેટમાં દેશની 9 થી 14 વર્ષની દિકરીઓને સર્વાઇકલ વેક્સિનેશન અભિયાન અંગેની જોગવાઇ પણ મહિલાઓને ગંભીર રોગ માંથી ઉગારવા માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રી ભારતી પવારે મોબાઇલ સ્વાસ્થ્ય સેવા કિલકારીનો ગુજરાતમાં પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, દેશની માતાઓ અને બહેનોના સ્વાસ્થય અને સુરક્ષા માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે. તે જ રીતે કિલકારી સેવા દરેક માતા અને સગર્ભા મહિલાઓ માટે ઉપિયોગી છે. આ એપના માધ્યમથી દરેક અઠવાડિયે તેમના પોષણયુક્ત આહાર, દવાઓ, સાર સંભાળ, રસી વગેરે સુરક્ષિત ગર્ભાવસ્થા માટે જરૂરી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે. કિલકારીમાં આજદિનસુધી 7 લાખ થી વધુ કોલ થયા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બાળ મૃત્યુ દર અને માતા મૃત્યુ દર ઘટાડવા તેમજ કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આ સરાહનીય પહેલ છે. સગર્ભા અને ધાત્રી માતા માટે 72 મહિના સુધી સારસંભાળ અને કાળજી સંદર્ભે મળનાર વોઇસ મેસેજ ખરા અર્થમાં એક સખીની ભૂમિકા અદા કરશે.
આ પ્રસંગે મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના વડાપ્રધાન હતા, ત્યારે મા કાર્ડ, ખિલખિલાટ સેવાઓ, રાજ્ય આરોગ્યની માળખાકીય સવલતોને ઉત્કૃષ્ઠ બનાવવા હાથ ધરેલી વિવિધ પહેલના પરિણામે આજે રાજ્યમાં દર વર્ષે થતી 12 લાખ પ્રસુતિ માંથી 99 ટકા થી વધુ ઇન્સ્ટીટ્યુટશયનલ પ્રસુતિ અટલે કે હોસ્પિટલમાં થાય છે.
પરિવાર નિયોજન, આયર્ન, ફોલિક એસીડ અંગેની જરૂરી જાણકારી, માતા અને બાળક માટે રાખવાની સાર-સંભાળ અને કાળજી, નવજાત બાળક માટે વેક્સિનેશનની જરૂરી માહિતી વોઇશ કોલ- ઓડિયો સંદેશાના મારફતે ફોન પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને ઘરે-ઘરે જઇને આરોગ્યની સેવા આપતી આશા બહેનો માટે આશા મોબાઇમોબાઇલ એકેડમીની પણ ગુજરાતમાં શરૂઆત કરવામાં આવેલ છે.
મોબાઈલ એકેડેમીએ મોબાઈલ આધારિત તાલીમ અભ્યાસક્રમ છે જે માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે પરિવારો લઈ શકે તેવા સરળ પગલાંઓ પર આશાના જ્ઞાનને તાજું કરવા અને તેમની ક્ષમતામાં સુધારો કરવા રચાયેલ છે. જે હજારો ASHA ને ગમે ત્યાં અને ગમે ત્યારે એક સાથે મોબાઈલ ફોન દ્વારા તાલીમ આપી શકે છે. જેના કારણે આશા બહેનો વધુ સારી રીતે આરોગ્યની સેવાઓ લોકો સુધી પહોંચાડી શકશે.
ગાંધીનગર ખાતે યોજાયેલ આ સેવાના શુભારંભ પ્રસંગે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડૉ. નયન જાની, ડૉ. નિલમ પટેલ, ડૉ. આર .દિક્ષીત સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
