ગાંધીનગરના કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા શ્રમમંત્રી
શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજાએ ધનતેરસના પાવન દિવસે ગાંધીનગરના સેક્ટર ૬માં આવેલ કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા કહ્યું કે ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.
શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજાએ ધનતેરસના પાવન દિવસે ગાંધીનગરના સેક્ટર ૬માં આવેલ કડિયાનાકાએ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને ભોજન પીરસતા કહ્યું કે ગુજરાતના વિકાસમાં શ્રમિકોનું અમૂલ્ય યોગદાન છે.

મંત્રી મેરજાએ કહ્યું કે, રાજ્યના શ્રમયોગીઓના આર્થિક - સામાજિક ઉત્થાન માટે આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, પરિવહન તથા સામાજિક સુરક્ષાને લગતી રાજ્ય સરકારની અનેક જનહિતલક્ષી યોજનાઓ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકાર હર હંમેશ ગુજરાતના વિકાસના પાયામાં રહેલા એવા શ્રમિક ભાઈ - બહેનોની પડખે રહી છે અને રહેશે.
મંત્રી મેરજાએ ઉમેર્યું કે શ્રમયોગીઓને શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર ₹5 માં પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, મરચા અને ગોળ આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 22 કડિયાનાકાઓ ઉપર અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આવનારા ટૂંક જ સમયમાં આ યોજનાનો વ્યાપ વધારવામાં આવશે.
-
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં












Click it and Unblock the Notifications
