Kutch: CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી Rann Utsav 2025-26નો પ્રારંભ કરાવ્યો
Rann Utsav 2025-26: CM ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડો ખાતેથી 'રણોત્સવ 2025-26'નો પ્રારંભ કરાવ્યો. 'એકત્વ - એક દેશ, એક ગીત, એક ભાવના' થીમ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન. ધોરડોને 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો એવોર્ડ મળ્યા બાદ પ્રથમ રણોત્સવ.

CM ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છના સફેદ રણ, ધોરડો ખાતેથી ભવ્ય 'રણોત્સવ 2025-26'નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને વિશ્વ માટે ફેવરિટ ટુરીઝમ ડેસ્ટિનેશન બનાવવાનું PM નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થયું છે.
રણોત્સવ હવે ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે અને ધોરડો મોડલ વિશ્વભરના તજજ્ઞો માટે કેસ સ્ટડી બન્યું છે.
179 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
CMએ કચ્છના પ્રવાસનને વધુ વેગ આપવા માટે કુલ 179 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા, જેમાં મુખ્યત્વે લખપત કિલ્લો, તેરા હેરિટેજ વિલેજ અને ધોરડોના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
'એકત્વ' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ
વંદે માતરમ-રાષ્ટ્રીય ગીતના 150 વર્ષના અવસરને સાંકળતા "એકત્વ - એક દેશ, એક ગીત, એક ભાવના" થીમ આધારિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રણોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ પ્રસ્તુત થઈ હતી.
ધોરડો: 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'
CMએ આ પ્રસંગે જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રણોત્સવની શરૂઆત કરાવી હતી. આજે તેમની એ વાત સાચી પડી છે, કે દુનિયાભરમાંથી પ્રવાસીઓ ધોરડો આવશે.
- સન્માન: યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશને ધોરડોને 'બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો એવોર્ડ આપીને સન્માનિત કર્યું છે.
- વિરાસત અને વિકાસ: કચ્છી ભૂંગા અને લોક સંસ્કૃતિ સાથે આધુનિક સુવિધાવાળા ટેન્ટ સિટીથી PMનો "વિરાસત ભી, વિકાસ ભી" અભિગમ સાકાર થયો છે.
સ્થાનિક કારીગરીને વૈશ્વિક બજાર
રણોત્સવને કારણે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળવાની સાથે સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ બન્યું છે. લાખો સહેલાણીઓના આગમનથી.
- પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે.
- ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ મળ્યો છે.
- સ્થાનિક હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓને 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ફોર ગ્લોબલ' અભિયાન હેઠળ પ્રોત્સાહન મળ્યું છે.
CMએ ઉમેર્યું કે, ગત રણોત્સવમાં 10 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનો આનંદ માણ્યો હતો.
સરદાર સ્મૃતિવનનું લોકાર્પણ
CMએ આ પ્રસંગે PM નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047'ના નિર્માણ માટે નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. તેમણે ધોરડો ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારત અને એક ભારતના વિઝનને ચરિતાર્થ કરતા સરદાર સ્મૃતિવનનું પણ લોકાર્પણ કર્યું હતું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
