PM મોદીએ વડોદરામાં જે એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું તેની 5 ખાસ વાતો
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જ્યારથી પદ સંભાળ્યું તે બાદ, તે પહેલી વાર વડોદરા ખાતે આવ્યા હતા. આજે વડોદરામાં પીએમ મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કરશે.
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જ્યારથી પદ સંભાળ્યું તે બાદ, તે પહેલી વાર વડોદરા ખાતે આવ્યા હતા. આજે વડોદરામાં પીએમ મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું હતું. નોંધનીય છે કે વડોદરાનું આ એરપોર્ટ કોઇ અજાયબીની ઓછું નથી. એટલું જ નહીં તેણે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. ત્યારે આ એરપોર્ટ વિષે કેટલીક ખાસ અને રસપ્રદ વાતો વાંચો અહીં....

રંગ બદલે છે આ એરપોર્ટ
સાંસ્કૃતિક નગરી વડોદરાની શાન સમાના આ એરપોર્ટમાં તેવી રીતે લાઇટનિંગ કરવામાં આવી છે કે તે થોડી થોડી વાર રંગ બદલે. પીએમના આવવાના આગમન વખતે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેણે વડોદરા વાસીઓનું મન જીતી લીધુ હતું. રસ્તા પર લોકો ઊભા રહીને આ બદલાતી લાઇટો જોઇને મંત્રમુગ્ધ થયા હતા.

લિમ્કા બુક ઓફ રેકોર્ડ
નરેન્દ્ર મોદી જે ટર્મિલનનું ઉદ્ધાટન કરવાના છે તેની છતની ઊંચાઇના કારણે તેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ એરપોર્ટની છત 164.2 મીટરની છે, જે દેશની સૌથી લાંબી સિંગલ લેન્થ સ્ટિલની છત છે.

160 કરોડના ખર્ચે થયું છે તૈયાર
આ નવું એરપોર્ટ 160 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જે ગુજરાતના બીજું સૌથી વિશાળ એરપોર્ટ બન્યું છે. 17,500 સ્કેવર મીટરમાં આવેલ આ એરપોર્ટમાં 13 પ્લેન સાથે ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

એરપોર્ટની ખાસિયત
વધુમાં આ એરપોર્ટમાં દર કલાકે 700 મુસાફરો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા છે. સાથે જ તેમાં 18 ચેક ઇન પોઇન્ટ પણ છે. તથા ટર્મિનલ બનાવવા માટે 4519 સ્કવેર મીટર લેન્ડનો ઉપયોગ થયો છે. તો 500 ચોરસ મીટરમાં ગાર્ડન આવેલું છે.

ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ
નોંધનીય છે કે વડોદરાનું આ એરપોર્ટ દેશનું બીજું ઇકો ફ્રેન્ડલી એરપોર્ટ છે. અને તેની આ વાત માટે આંતરાષ્ટ્રિય માનકોએ પણ તેને બિરદાવ્યું છે. ત્યારે તેના ઉદ્ધાટન પહેલા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વડોદરામાં આ ટર્મિનલના ખુલવાથી વડોદરાના વિકાસની ગતિ તેજ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
