ગુજરાતની લોકપ્રિય સિંગર Kinjal Daveએ કરી સગાઈ, જાણો કોણ છે Dhruvin Shah?
ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી, સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ચાહકોને આપી માહિતી, સગાઈ પ્રસંગમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.

Kinjal Dave Engagement: ગુજરાતી સિંગર તરીકે દેશ-વિદેશમાં લોકપ્રિયતા મેળવનાર કિંજલ દવેએ જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. આ સગાઈ 6 ડિસેમ્બર 2025ના રોજ થઈ હોવાની વાત સામે આવી છે.
કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પર સગાઈનો વીડિયો શેર કરીને આ ખુશખબર તેના લાખો ચાહકો સુધી પહોંચાડી છે. કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા.
5 અને 6 ડિસેમ્બરે યોજાયો પ્રસંગ
મહત્વની વાત એ છે કે, આ પહેલા વર્ષ 2018માં કિંજલની પવન જોષી સાથે સગાઈ થઈ હતી, જે 5 વર્ષ જેટલા લાંબા સંબંધ બાદ વર્ષ 2023માં તૂટી ગઈ હતી. ત્યારબાદ બે વર્ષે કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે.
- ગોળધાણા: 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો.
- સગાઈ: 6 ડિસેમ્બરના રોજ સગાઈની વિધિ સંપન્ન થઈ હતી.
ખાસ વાત એ છે કે, આ સગાઈ પ્રસંગમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.
જાણો કોણ છે કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ?
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન હોવાની સાથે-સાથે અભિનેતા પણ છે.
- JoJo Appના ફાઉન્ડર: ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન JoJo App (જોજો એપ)ના ફાઉન્ડર પણ છે.
'ચાર ચાર બંગડી વાળી' ગીતથી મળી ખ્યાતિ
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ પાટણ જિલ્લામાં થયો હતો. વર્ષ 2017માં ગીત 'ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં' ગાઈને કિંજલ દવેએ ગુજરાત સહિત વિદેશમાં પણ જબરદસ્ત ખ્યાતિ મેળવી હતી અને અનેક મ્યુઝિક કોન્સર્ટ યોજ્યા છે.
ગુજરાતની આ લોકપ્રિય ગાયિકાએ તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
