Kheda Lok Sabha Election Results 2024 LIVE Gujarati: ખેડા સીટ લાઇવ રિઝલ્ટ, કાળુસિંહ ડાભી વર્સિસ દેવુસિંહ ચૌહાણ
Kheda Lok Sabha Election Results 2024 LIVE Gujarati: ખેડા લોકસભા સીટ લાઇવ પરિણામ આજે જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે ખેડા સીટની ચૂંટણીના રિઝલ્ટ વનઈન્ડિયા ગુજરાતી પર લાઇવ અપડેટ કરવામાં આવશે. નોંધનીય છે કે આજે ગુજરાતની 25 લોકસભા બેઠક પરના ઉમેદવારોના ભાવિષ્યનો ફેસલો ખુલશે, સુરત સીટ પહેલેથી જ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી.

ખેડા લોકસભા સીટના ઈતિહાસ પર નજર ફેરવીએ તો ખેડા લોકસભા બેઠક પર પહેલીવાર 1952માં ચૂંટણી યોજાઇ હતી, ત્યારે કોગ્રેસની ટિકિટ પર મણિબેન પટેલ ચૂંટાયાં હતાં.ખેડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી કેમ કે આ બેઠક પર કોંગ્રેસે કૂલ 13 વખત જીત મેળવી છે. જ્યારે ભાજપ માત્ર 3 વખત જ ખેડા જીતી શક્યું છે. ખેડા લોકસભા બેઠકમાં કૂલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મેહમદાબાદ, મહુઢા અને કપડવંજનો સમાવેશ થાય છે.
ખેડા લોકસભા સીટ પર આ વખતે ભાજપના દેવુસિંહ ચૌહાણ જ્યારે કોંગ્રેસના કાળુસિંહ ડાભી વચ્ચે જંગ જામી હતી. બંનેના કિસ્મતનો ફેસલો આજે ખેડા સીટનું રિઝલ્ટ આવતાની સાથે જ થઇ જશે. ખેડા લોકસભા મતવિસ્તારમાં કૂલ 20 લાખ 7 હજાર 404 મતદારો નોંધાયેલા છે જેમાંથી 58.12% એટલે કે 11 લાખ 66 હજાર 619 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. Kheda Seat Live Result મેળવવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
8:00 AM - બેલેટ પેપરની મતગણતરી શરૂ થઇ ચૂકી છે. ખેડા લોકસભા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે.
8:38 AM - ખેડા લોકસભા સીટ પર દેવુંસિંહ ચૌહાણને (બીજેપી) ૬૧૨૮ મત જ્યારે કાળુસિંહ ડાભીને (કોંગ્રેસ) ૨૦૫૭ મળ્યા. દેવુંસિંહ ૪૦૭૧ મતથી આગળ ચાલી રહ્યા છે.
9:03 AM - ખેડા રાઉન્ડ ત્રણ- દેવુસિંહ ચૌહાણ ભાજપને મળ્યા મત ૨૭૩૬૮ મત જ્યારે કોંગ્રેસના કાળુસિંહ ડાભીને મળ્યા ૧૫૫૯૫ મત
10:06 AM - છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના દેવુસિંહ ચૌહાણને 153103 મત મળ્યા છે જ્યારે ભાજપના કાળુસિંહ ડાભીને 64784 મત મળ્યા છે. ભાજપ અત્યારે 88319 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે.
11:03 AM - ખેડા લોકસભા બેઠક પર 1 લાખ 25 હજાર મતોથી ભાજપના દેવુસિંહ ચૌહાણ આગળ
11:12 AM - ખેડામાં ચોથા રાઉન્ડના અંતે ભાજપ દેવુસિંહ ચૌહાણ - 3,60,363, કૉંગ્રેસના કાળુસિંહ ડાભી - 1,87,849. ભાજપ ઉમેદવાર દેવુસિંહ 1,72,514 મતથી આગળ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
