બોટાદ લઠ્ઠાકાંડ મુદ્દે કેજરીવાલના ગુજરાત સરકારને સવાલ, દારૂબંધી છે તો લઠ્ઠો કેવી રીતે વેચાયો?
બોટાદ જિલ્લામાં નકલી દારૂ પીવાથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અહીં નકલી દારૂનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
અમદાવાદ : બોટાદ જિલ્લામાં નકલી દારૂ પીવાથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અહીં નકલી દારૂનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજની દુ:ખદ ઘટના પર વિરોધ પક્ષો સત્તાધારી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. ગુજરાત આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે શોક વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું.

દિલ્હીના મુખ્યમંત્રીએ આજે કહ્યું કે, મને હમણાં જ ખબર પડી છે કે એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે - અહીં 25 થી વધુ લોકો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે અને અન્ય ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. હું તેઓને ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. આ પછી કેજરીવાલે કહ્યું કે, સવાલ એ છે કે જો ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો અહીં ખુલ્લેઆમ દારૂ કેવી રીતે વેચાય છે અને તેનો ફાયદો કોને થઈ રહ્યો છે? ગુજરાતમાં આ પહેલીવાર નથી. શા માટે સરકાર આ તરફ ધ્યાન નથી આપી રહી કે તેની પાછળ કોઈ ષડયંત્ર છે?'
કેજરીવાલ ઉપરાંત તેમની પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ આ ઘટનાને લઈને ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટી તેને દિલ્હી સરકારની દારૂ વેચવાની નીતિઓ પર ઉઠાવવામાં આવી રહેલા સવાલ સાથે જોડી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરક્ષ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ત્યાં (ગુજરાતમાં) નેતાઓના રક્ષણમાં દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ગુજરાત ડ્રાય સ્ટેટ છે, છતાં છેલ્લા 15 વર્ષમાં નકલી દારૂ પીવાથી 845થી વધુ લોકોના મોત થયા છે. આટલું મોટું સંગઠિત નેટવર્ક કયા રાજકારણીઓના આશ્રય હેઠળ ચાલે છે? કેટલાક લોકો ગુજરાત જેવું દિલ્હી ઈચ્છે છે. દિલ્હીમાં પણ નકલી અને ઝેરી દારૂ વેચાય. જ્યારથી દિલ્હી સરકાર નવી એક્સાઇઝ પોલિસી લાવી છે ત્યારથી આ લોકો ખૂબ જ નારાજ છે.
AAPના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, તેઓ કાયદેસરની દુકાનો હટાવીને એ જ જૂનો બિઝનેસ શરૂ કરવા માગે છે. દિલ્હીમાં દારૂની 468 દુકાનો છે, જે પહેલા કરતા ઓછી છે. છતાં દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.
कुछ लोग चाहते हैं Gujarat की तरह दिल्ली में भी नक़ली और ज़हरीली शराब का कारोबार चले।
— AAP (@AamAadmiParty) July 26, 2022
जब से Delhi Govt New Excise Policy लाई है, ये लोग बहुत परेशान हैं। ये Legal दुकानें हटाकर वही पुराना धंधा शुरू करना चाहते हैं।
दिल्ली में 468 Wine Shops हैं, ये पहले से कम है।
-@Saurabh_MLAgk pic.twitter.com/NOkSZbMS7M
રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં બનેલી આ ઘટનાએ કેજરીવાલને તેમની એક્સાઈઝ નીતિને યોગ્ય ઠેરવવાની તક પૂરી પાડી છે. હવે દિલ્હી સરકાર કહી શકશે કે લોકોને યોગ્ય કિંમતે યોગ્ય ગુણવત્તાનો દારૂ મળી રહે તે સારું છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય. ગુજરાતના કિસ્સામાં નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ આ ઘટના પર તરત જ સક્રિય થયા હતા અને નકલી દારૂ પીવાથી થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભાવનગર જશે અને પીડિત પરિવારોને મળશે. જ્યારે આ જ ઘટના પર ગુજરાતના મુખ્યમંત્રીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ગુજરાત સરકારે આ ઘટના અંગે ઝડપી કાર્યવાહી કરી છે. સાંજે પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપીઓ સહિત 14ની ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS) ને કેસોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે અને એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવે તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
