કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીમાં એપ્રેન્ટિસશીપ ડ્રાઇવનું કરાયું આયોજન
રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ખાસ એપ્રેન્ટિસશીપ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. આ ડ્રાઇવ તારીખ 5 જુલાઈથી 8 જુલાઈ સુધી 4 દિવસ સુધી ચાલી હતી.
યુવાઓમાં રહેલી કૌશલ્યને ઉજાગર કરવાના ભાગરૂપે તથા વડાપ્રધાનના સ્કીલ ઈન્ડિયા ના સ્વપ્નને સિદ્ધ કરવા માટે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સંચાલિત કૌશલ્ય- ધ સ્કીલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે અવનવા કાર્યક્રમો, તાલીમ, ડ્રાઇવ જેવા અનેક આયોજન થતા હોય છે, ત્યારે આ વર્ષે પણ નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશની સાથે જ રોજગારીની ઉત્તમ તકો પ્રદાન કરવા હેતુસર એપ્રેન્ટિસશીપ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ આપવામાં આવી હતી.

આ એપ્રેન્ટિસશીપ ડ્રાઈવમાં વિવિધ સેક્ટરની 40 થી વધુ સંલગ્ન કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં 450થી વધુ જગ્યાઓ માટે વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશીપ ઓફર કરવામાં આવી હતી. આ ઓફરોમાં લોજીસ્ટીક, ફર્નિચર ડીઝાઇન એન્ડ ટેકનોલોજી ક્ષેત્ર સાથે સંલગ્ન 7 કંપનીઓ દ્વારા 90 જેટલી જગ્યાઓ માટે એપ્રેન્ટિસશીપ આપવામાં આવી હતી.
આ એપ્રેન્ટિસશીપ સિલેકશન દરમિયાન વિદ્યાર્થીઓએ કંપની સાથે અનેક વિષયો સંદર્ભે સંવાદ સાધી માહિતગાર થયા હતા. આ ડ્રાઈવનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ભણતરની સાથે-સાથે પ્રેક્ટિકલ નોલેજમાં પણ વૃદ્ધિ કરવાનો છે.
રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ ગુણવત્તાસભર શિક્ષણના અભિગમ સાથે રોજગારીના સર્જનનો છે. ત્યારે કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી આ દિશામાં કામ કરી રહી છે. જે આવનાર સમયમાં યુવાઓને આગળ વધવાના નવા માર્ગો પ્રશસ્ત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને એડમિશન સાથે જ એપ્રેન્ટિસશીપ મળવી એ એક મહત્વપૂર્ણ બાબત છે. કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટી એપ્રેન્ટિસશીપ ડ્રાઇવમાં વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વધુ કંપનીઓ એપ્રેન્ટિસશીપ માટે આવી રહી છે, જેથી દરેક વિદ્યાર્થીઓને કંપની પસંદગી કરવા માટે વિપુલ પ્રમાણમાં નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે. આ નવી તકો અને તાલીમ એ વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ ફિલ્ડ પસંદગીમાં તેમજ રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા પ્રદાન કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
