કાંકરિયા ખાતે આધુનિક બાલવાટિકાનું લોકાર્પણ, જાણો બાળકો માટે શું છે ખાસ?
બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ બાલવાટિકાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે આ બાલવાટિકાનું રિડેવલપમેન્ટ, મોર્ડનાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, AMCના ઝૂ વિભાગ હેઠળની આ બાલવાટિકાનું ઉદ્ઘાટન સૌપ્રથમ ૧૯૫૬માં કરવામાં આવ્યું હતું. સમયની સાથે બદલાતી જરૂરિયાતો અને બાળકોની વર્તમાન પેઢીની અપેક્ષાઓને પહોંચી વળવા માટે આ બાલવાટિકાનું સંપૂર્ણપણે પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. આ PPP મોડેલ અંતર્ગત બાળકોના મનોરંજનની સાથે તેમના જ્ઞાનવર્ધક વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
નવીનકરણ બાદ, બાલવાટિકા બાળકો અને વાલીઓ બંને માટે આનંદ અને મનોરંજનનું કેન્દ્ર બનશે. અહીં પ્રવેશ ટિકિટ સાથે કેટલીક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
- કોઈન હાઉસ: બાળકો માટે રસપ્રદ અનુભવ
- કાચઘર (એ.સી.): ઠંડકભર્યા વાતાવરણમાં વિવિધ પ્રદર્શનોનો આનંદ
- શુ હાઉસ: અનોખું આકર્ષણ
- લેન્ડસ્કેપ ગાર્ડન: પ્રકૃતિની ગોદમાં શાંતિપૂર્ણ સમય વિતાવવા માટે
- સેલ્ફી ઝોન: યાદગાર પળો કેદ કરવા માટે
- ગ્વોલ સ્ટેશન: બાળકો માટે રમતગમતનો અનોખો અનુભવ
આ સુવિધાઓ બાળકોને શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખવામાં મદદ કરશે. આ નવીન બાલવાટિકા અમદાવાદના બાળકો માટે એક નવું અને સકારાત્મક સ્થળ પૂરું પાડશે એવી અપેક્ષા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
