ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વડોદરામાં ન્યાય મંદિર કોર્ટને ઉડાવી દેવાનો પત્ર
વડોદરાની ન્યાય મંદિર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળવાની જાણ થતા ડોગ સ્કવોડ તથા બોમ્બ સ્કવોર્ડે તપાસ આદરી હતી. આ પત્ર અંગ્રેજીમાં ટાઇપ કરેલો હતો. જેથી આ પત્ર કોણે લખ્યો તે હસ્તાક્ષર દ્વારા ઉકેલી શકાયું નથી. જોકે સઘન તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પત્રમાં લખ્યું હતું કે "બોમ્બ વિસ્ફોટ ઓન 29-07-2016 ઇન કોર્ટ ન્યાય મંદિર વડોદરા એટ 12.39"

મોરબીના હળવદમાં 20 દુકાનોના તાળા તૂટતા પોલીસની દોડધામ
મોરબીમાં સૌ પ્રથમવાર એક સાથે 20 દુકાનોના તાળા તૂટ્યા છે હળવદમાં આ ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વેપારીઓ પણ આ બનાવથી ફફડી ગયા છે કારણ કે આજ પહેલા આટલી મોટી સંખ્યામાં ચોરી નથી થઈ. તસ્કરોએ બજારમાં આવેલી જુદી જુદી દુકાનોને ટાર્ગેટ બનાવીને લૂંટ કરી હતી, જે બાદ વેપારીઓમાં રોષ છે કે પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં આટલી મોટી ચોરી કેવી રીતે થઈ ગઇ.

કલોલમાં પાલિકા ચીફ ઓફિસરની ઓફિસમાં યુવકે ઝેર પીધું
કલોલ નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી. જેમાં કોંગ્રેસ દલિતોના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરતું આવેદન પત્ર પણ રજૂ કર્યું હતું. જોકે આ અંગે સામાન્ય સભામાં કોઈ જ ચર્તા ન થતા પાલિકાના સભ્ય નામે, મંદાબહેનના પતિએ નામ દીપક ભાઈએ ઝેર પીધું હતું. કોંગ્રેસના જણાવ્યા અનુસાર ભાજપે ઉના જેવા સંવેદનશીલ મુદ્દે ધ્યાન ન આપતા આ પરિસ્થિતિ સર્જાઈ હતી. નગરપાલિકા બોર્ડમાં કુલ 14 એજન્ડા અંગે ચર્ચા થવાની હતી પરંતુ સમગ્ર કામગીરી 10થી 15 મિનિટમાં આટોપાવી દેતા સભામાં હોબાળો મચી ગયો હતો. ઝેર પીનાર દીપકભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

200 કિલોમીટરના હાઇ વેને, કેન્દ્રએ આપી મંજૂરી
કેન્દ્ર દ્વારા ભાવનગર-ધોલેરા સરથી ખંભાત સુધીનો 200 કિલોમીટરનો માર્ગ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે વિભાગના પ્લાનિંગ એન્ડ મોનીટરીંગ વિભાગ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્રએ ગુજરાતના 776 કિલોમીટરના 6 માર્ગોને રાજમાર્ગ તરીક વિકસાવવા મંજૂરી આપી છે જેમાં ભાવનર, ધોલેરા, ખંભાત થી કરજણ સુધીના 200 કિલોમીટર લાંબા ધોરીમાર્ગન પણ મંજૂરી મળી છે. આ રાજમાર્ગથી મીઠા ઉદ્યોગ, પ્રવાસનસ અકીક ઉદ્યોગ, સહિતના ઉદ્યોગોને વેગ મળશે.

સુરતમાં મહિલાએ બાકી નીકળતી રકમના મુદ્દે ઝેર ગગટાવ્યું
સુરતમાં 39 વર્ળીય મહિલા ફાલ્ગુની વરિયાવવાળાએ તેણે વેચેલી દુકાનના બાકી નીકળતા 13 લાખની રકમના મુદ્દે પોલીસ કમિશ્નર કચેરીમાં જ ઝેર પી લીધું હતું. મહિલા દુકાનના બાકી નીકળતા 13 લાખની રકમના મુદ્દે મહિલા પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. જ્યાં કોઈએ કમિશનર હાજર ન હોવાનું કહેતા મહિલાએ દવા પી લીધી હતી. મહિલાએ બિલ્ડર નિસારભાઈ સાથે આ દુકાનનો સોદો કર્યો હતો. જે બાદ મહિલાને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

વડોદરામાં ભાજપના કાર્યકર, કપિલ પંડ્યાએ કર્યો આપઘાત
મૂળ ગોંડલના અને છ વર્ષથી વડોદરામાં રહેતા ભાજપના કાર્યકર કપિલ પંડ્યાએ ગાળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને તેમણે અંતિમ ચિઠ્ઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમ મોદી, વિજય રૂપાણીના તેમજ પરિન્દુ ભગતનના નામનો ઉલ્લેખ કરી લખ્યુ હતુ કે મેં ભાજપને 14 વર્ષ આપ્યા પરંતુ મારા પરિવારને અન્યાય થયો છે. પોલીસે આ સ્યૂસાઇટ નોટ કબજે કરી હતી. નોંધનીય છે કે આત્મહત્યા પાછળ જમીનનો મુદ્દો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે દેમા ગામમાં કપિલ પંડ્યાની જમીન બતી. જોકે અશ્વિન પટેલ નામના કોયલીના ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું કે કપિલ ભાજપનો કાર્યકર હતો પરંતુ તેણે મને કોઈ કામ અંગે વાત કરી નથી, અને તેમને પાંચ વર્ષથી કોઈ કામ પણ સોંપ્યું નથી.

મોડાસામાં કેન્સરગ્રસ્ત યુવાને કર્યો આપઘાત
મોડાસાના હજીરા ગામમાં રહેતા એક યુવાને ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતુ. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ યુવાન કેન્સરનો રોગી હતો અને તેણે પોતાન રોગથી કંટાળીને જીવનનો અંત લાવી દીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઝાડ પરથી લાશ ઉતારી હતી અને યુવકના પરિવારજનોની ભાળ મેળવવાનુ શરૂ કર્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં કેન્સરગ્રસ્ત યુવાન વાંટડાનો હોવાની જાણ થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
