ભાજપના પૂર્વ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ
ભાજપના પૂર્વ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કેસની તપાસમાં મહત્વની પ્રગતિ થઈ છે. ગુજરાત પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી મુખ્ય આરોપી મનીષા અને તેના મિત્ર સુરજીતની ધરપકડ કરી લેવામાં આવી છે. એસએસપી પ્રયાગરાજ સત્યાર્થ અનિરુદ્ધ પંકજે ધરપકડની પુષ્ટિ કરી છે. આ મામલે ગુજરાતી SIT હવે આ બંને આરોપીઓને કોર્ટથી ટ્રાન્જિટ રિમાન્ડ પર ગુજરાત લઈ જવાની તૈયારીમાં છે.

બે આરોપીની ધરપકડ
જણાવી દઈએ કે જાન્યુઆરી 2019માં ભાજપના વરિષ્ઠ નેતા જંયતીલાલ ભાનુશાળીની ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. કચ્છના કદાવર નેતા પર સાયાજી નગરી એક્સપ્રેસમાં હુમલો થયો હતો. તેઓ ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા, દરમિયાન તેમના પર કટારિયા અને સરવેબરી સ્ટેશન વચ્ચે અજાણ્યા શખ્સોએ હુમલો કરી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ભાનુશાળીને બે ગોળી લાગી, જેમાંથી એક તેમની છાતીમાં અને બીજી ગોળી તેમની આંખમાં લાગી હતી. ઘટના સ્થળે જ ભાનુશાળી મૃત્યુ પામ્યા હતા.

મુખ્ય આરોપી મનિષા ગોસ્વામી
જણાવી દઈએ કે આ મામલાની તપાસમાં પોલીસે ખુલાસો કર્યો કે જયંતિ ભાનુશાળીની હત્યા ભાજપના જ નેતા છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ કરાવી હતી. બંનેએ હત્યા માટે પુણેના શાર્પશૂટર્સને સોપારી આપી હતી. ગુજરાત પોલીસે જણાવ્યું કે હત્યાના ત્રણ દિવસ પહેલા છબીલ પટેલ વિદેશ ભાગી ગયો હતો અને મનીષા ગોસ્વામી પણ ફરાર હતી. આ હત્યાકાંડમાં છબીલ પેટલના બે સહયોગી રાહુલ અને વસંત પટેલની ધરપકડ કરવામાં આવી છે. બાકીના તમામ આરોપીઓની તલાશ કરવામાં આવી રહી છે.

બળાત્કારનો આરોપ લાગ્યો હતો
ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળીની છબી પણ ચોખ્ખી બિલકુલ નહોતી. કચ્છ જિલ્લાના ભાજપ ઉપાધ્યક્ષ ભાનુશાળી પર સૂરતની એક છોકરીએ રેપ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે ફરિયાદના થોડા સમય બાદ છોકરીએ ગુજરાત હાઈકોર્ટમાં એક નિવેદન નોંધાવ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તે આ કેસ ચલાવવા નથી માંગતી. યુવતીએ કહ્યું હતું કે તે આ કેસમાં આગળ કાર્યવાહી કરવા નથી માંગતી અને બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.

શું હતો સમગ્ર મામલો
સુરતની એક છોકરીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં જયંતિ ભાનુશાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચ આ મામલાની તપાસ કરી રહી હતી. છોકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ફેશન ડિઝાઈનિંગના પાઠ્યક્રમમાં પ્રવેશ માટે એક સંબંધીના માધ્યમથી તેની જયંતી ભાનુશાળી સાથે મુલાકાત થઈ હતી. ભાનુશાળીએ પ્રવેશ અપાવવાના બહાને છોકરીને અમદાવાદ બોલાવી હતી, તે ટ્રેનથી ગાંધીનગર ગઈ. બાદમાં તેને પોતાની કારમાં બેસાડી અશ્લિલ વીડિયો દેખાડવામાં આવ્યા અને બાદમાં તેના પર બળાત્કાર કરાયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
