કામની ખબર: 13-14 સપ્ટેમ્બરે અ'વાદના આ રસ્તાઓ પર ના જતાં
અમદાવાદમાં ભારત અને જાપાનના વડાપ્રધાન બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના આ રસ્તા પર 13 અને 14 સપ્ટેમ્બરે જવાનું ટાળજો. જેથી કરીને તમે ટ્રાફિકની સમસ્યાઓથી બચી શકો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ગુજરાતના અમદાવાદની બે દિવસની મુલાકાતે આવવાના છે. 13 અને 14મી સપ્ટેમ્બરના રોજ તેમની આ મુલાકાત દરમિયાન તે બુલેટ ટ્રેનના ખાતમૂહૂર્ત સમેત સાબરમતી આશ્રમ અને મહાત્મા મંદિરની મુલાકાત લેવાના છે. ત્યારે સુરક્ષાના કારણોથી તેમની મુલાકાત પહેલા અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર ખાતે સંકળાયેલા કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ કયા રસ્તા છે તે અંગે વિગતવાર જાણો અહીં...

- શાહીબાગથી ડફનાળા તરફ એરપોર્ટ સર્કલથી એરપોર્ટ જવાનો બન્ને સાઇડનો રોડ બંધ રાખવામાં આવશે.
- ડફનાળાથી રિવરફ્રન્ટ રોડ, સુભાષબ્રિજ સર્કલથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ પણ બંધ રાખવામાં આવશે.
- દિલ્હી ચકલાથી વિજળીઘર ચાર રસ્તા અને જિલ્લા પંચાયત લાલ દરવાજાથી રૂપાલી સિનેમા સુધીનો રોડ પણ બંધ રખાશે.
- નહેરુબ્રિજથી રૂપાલી સિનેમા સુધીનો રોડ પણ બંધ રાખવામાં આવશે.
ઉપરોક્ત રોડ 13 અને 14 સપ્ટેમ્બર દરમિયાન જ જ્યારે બન્ને દેશના વડાપ્રધાન આ રસ્તાઓ પરથી પસાર થશે ત્યારે અમુક સમય સુધી સુરક્ષા કારણોથી બંધ રાખવામાં આવશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
