Jantri Rate Update : જંત્રી દરમાં કરાયેલો વધારો 15 એપ્રિલથી અમલી બનશે, મુખ્યમંત્રીએ લીધો નિર્ણય
Jantri Rate Update : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જંત્રી દરમાં કરવામાં આવેલા વધારાને 15 એપ્રિલ, 2023ના રોજથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધેલા નિર્ણયો અનુસાર, રાજ્યમાં તારીખ 4 ફેબ્રુઆરી, 2023 ના રોજ જાહેર કરવામાં આવેલા જંત્રીના ભાવમાં વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આ જંત્રીનો ભાવ વધારો હવે આગામી તારીખ 15 એપ્રિલ, 2023 ના રોજથી અમલી કરવામાં આવશે. (Jantri Rate Update)
આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલાક બિલ્ડરો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જંત્રીના નવા ભાવ ચાલુ નાણાંકીય વર્ષે અમલ ન કરવા રજૂઆત કરી હતી. જે અંગે મુખ્યમંત્રીએ આ બાબતે સકારાત્મક નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જંત્રીનો નવો ભાવ આગામી 15 એપ્રિલ, 2023 થી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. જેમણે નાણાકીય વ્યહારો કરી દીધા છે, તેમને આ નિર્ણયથી ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલ પહેલા જે લોકો દસ્તાવેજ કરશે કે સ્ટેમ્પ ડ્યુટી લાગશે એ જંત્રીના જૂના ભાવ ચૂકવવા પડશે. જેના કારણે થઇ ચૂકેલા વ્યવહારો પર જંત્રીના ભાવ વધારાની અસર થશે નહીં.
અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજય સરકાર દ્વારા જંત્રીના નવા દરની જાહેરાત કરવામાં આવ્યા બાદ બિલ્ડર્સ અને લોકોમાં મૂંજવણ ઊભી થઇ હતી. આ સાથે આ જંત્રીના ભાવ વધારા સામે સમગ્ર રાજ્યમાંથી બિલ્ડર એસોસિયેશન્સ દ્વારા રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. (Jantri Rate Update)
ઉલ્લેખનીય બાબતે છે કે, રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં બે ગણો વધારો કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે દસ વર્ષ બાદ જંત્રીના ભાવ વધારો કર્યો છે. જે કારણે રાજ્યના દરેક જિલ્લામાં કલેક્ટરને બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
બીજી તરફ સુપ્રિટેન્ડેન્ટ સ્ટેમ્પ ડ્યુટી અને મુખ્યમંત્રી વચ્ચે ગત રોજ બેઠક યોજાઇ હતી. જેમાં જંત્રીના ભાવ વધારા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ રાજ્યમાં વ્યાપેલા વિરોધને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી સત્તાવાર રીતે રાજ્યમાં જંત્રીના નવા ભાવ વધારાના અમલની તારીખ જાહેર કરાઇ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
