જન્માષ્ટમીની રજાઓ માટે એસટી નિગમ એક્શનમાં, વધારાની 1200 બસો દોડાવશે
શ્રાવણ માસના પવિત્ર તહેવારો ખાસ કરીને સાતમ-આઠમ અને જન્માષ્ટમીની ઉજવણી માટે લોકો પોતાના વતન અથવા ધાર્મિક સ્થળોએ જાય છે.
આ મુસાફરી વધુ સરળ બનાવવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે એસટી નિગમ દ્વારા દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ અંદાજે બે લાખથી વધુ મુસાફરોને મળવાની અપેક્ષા છે.
આ વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 1200 જેટલી એક્સ્ટ્રા બસો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, અને વડોદરા જેવા મોટા શહેરોને જોડશે.
આ ઉપરાંત જન્માષ્ટમીના મહત્વના ધાર્મિક સ્થળો જેવા કે ડાકોર, દ્વારકા અને શામળાજી માટે પણ જરૂરિયાત મુજબ વિશેષ બસો ચલાવવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાના સ્થળો પર પણ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને બસો દોડાવાશે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 1000 ટ્રીપોનું આયોજન થયું હતું, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધારીને 1200 કરવામાં આવી છે, જે મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટેનો સારો પ્રયાસ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
