પૂર્વ IPS સંજીવ ભટ્ટની અરજી ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી, જૂન 2019માં થઈ હતી આજીવન કેદ
વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની એક અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી લીધી છે.
અમદાવાદઃ વિવાદોમાં ઘેરાયેલા પૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટની એક અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી લીધી છે. સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ તરફથી દાખલ કરાયેલ ઉક્ત અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે મારા પતિ એનડીપીએસ એક્ટ હેઠળ કસ્ટડીમાં યાતનાના એક કેસમાં જેલમાં બંધ છે. કૃપા કરીને કેસની સુનાવણી સંબંધી અરજીનો અદાલતમાં સ્વીકાર કરવામાં આવે.

મારપીટ તેમજ તેને નકલી કેસમાં ફસાવવાના આરોપ
તમને જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ આઈપીએસ ઑફિસર હતા જેમનો ભાજપ સરકાર સાથે 36નો આંકડો રહ્યો છે. ભટ્ટની નરેન્દ્ર મોદી સાથે બનતી નહોતી. સરકાર વિરુદ્ધ અવાજ બુલંદ કરનાર ભટ્ટની મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે તેમના પર કસ્ટડીમાં લીધેલ એક વકીલ સાથે મારપીટ તેમજ તેને નકલી કેસમાં ફસાવવાના આરોપ લાગ્યા. આ કેસમાં ભટ્ટની સપ્ટેમ્બર 2018માં ધરપકડ કરવામાં આવી.

સંજીવ ભટ્ટ પાલનપુરની જેલમાં બંધ
આ વકીલ પાલી(રાજસ્થાન)નો રહેવાસી હતો. ભટ્ટ સાથે તેનો વિવાદ વર્ષ 1998નો છે. વકીલનો આરોપ હતો કે ભટ્ટે તેની સામે માદક દ્રવ્ય સંબંધિ અધિનિયમ હેઠળ એક ખોટો કેસ બનાવીને પોલિસ કસ્ટડીમાં યાતના આપી. હાલમાં સંજીવ ભટ્ટ પાલનપુરની જેલમાં બંધ છે. આ ઉપરાંત ભટ્ટને એક અન્ય કેસમાં જૂન 2019માં આજીવન કેદની સજા પણ સંભળાવવામાં આવી ચૂકી છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યુ
હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સંજીવ ભટ્ટની પત્ની તરફથી દાખલ અરજી વિશે કહેવામાં આવ્યુ છે કે ભટ્ટના કેસની સુનાવણી હાઈકોર્ટમાં નહિ પરંતુ નિયમિત અદાલતમાં જ કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
