ભારતીય માછીમારોનુ સતત અપહરણ કરી રહ્યુ છે પાક, હવે BSFની કાર્યવાહી, 11 પાકિસ્તાની બોટ પકડી
આજે ભારતીય સુરક્ષાબળોએ પણ ઘણા પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે.
કચ્છઃ પાકિસ્તાનીઓ દ્વારા ભારતીય માછીમારોનુ સતત અપહરણ કરવામાં આવી રહ્યુ છે. એક દિવસ પહેલા પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીઓ સમુદ્રમાં માછલી પકડતા ઘણા માછીમારોને કેદ કરી લીધા. ત્યારબાદ સમાચાર આવી રહ્યા છે કે આજે ભારતીય સુરક્ષાબળોએ પણ ઘણા પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે. બૉર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ) તરફથી આ અંગે માહિતી આપવામાં આવી છે.

હરામીનાળામાં ભારતીય સુરક્ષાબળોની કાર્યવાહી
બૉર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના અધિકારીઓએ જણાવ્યુ કે ગુજરાતના હરામીનાળામાં કાલે પાકિસ્તાની માછલી પકડતી નૌકાઓ જોવામાં આવી. ત્યાંના માછીમારોની ઘૂસણખોરી વિશે જાણ થતાં ગુજરાત ફ્રંટિયર, બીએસએફે તત્કાલ 300 વર્ગ કિમીમાં ફેલાયેલા વિસ્તારમાં મોટાપાયે સર્ચ અભિયાન શરુ કર્યુ. જેના પરિણામ સ્વરુપ અત્યાર સુધી 11 પાકિસ્તાની માછલી પકડતી નૌકાઓને જપ્ત કરી લેવામાં આવી છે.

પાકે 10 દિવસની અંદર 3 વાર ભારતીયોને પકડ્યા
ઉલ્લેખનીય છે કે ગયા જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં પાકિસ્તાની સુરક્ષાબળોએ ગુજરાતમાંથી માછલી પકડવા ગયેલા ભારતીય માછીમારોને કેદ કરી લીધા હતા. ત્યારબાદ તેમને પાકિસ્તાનની જેલોમાં લઈ જવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે 10 દિવસની અંદર આવુ 3 વાર થયુ જ્યારે ભારતીય માછીમારોને પાકિસ્તાની સુરક્ષાબળોએ પકડ્યા. ભારતીય માછીમાર સંઘના પદાધિકારીઓનુ કહેવુ છે કે એ પાકિસ્તાનીઓ દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતના માછીમારોની સુરક્ષિત વાપસી માટે સરકારને આજીજી કરી રહ્યા છે.

માછીમારો મુક્ત તો થાય છે પરંતુ સામાન પાછો નથી મળતો
સામાન્ય રીતે બંને દેશો દ્વારા એકબીજાના માછીમારોને એક પ્રોટોકૉલ હેઠળ પાછા આપવામાં આવે છે. આ સમય આઝાદીની વર્ષગાંઠ પર આવે છે. હાલમાં ગુજરાતમાં એક સ્થાનિક માછીમારના પરિવારજને કહ્યુ કે અમારા બંધુને પાકિસ્તાનીએ પકડી લીધો હતો અને કરાંચી લઈ ગયા. તેણે કહ્યુ કે હું માછીમારોની અસલી જિંદગી વિશે વાત કરનાર વ્યક્તિ છુ પરંતુ આપણે ચોક્કસપણે આનાથી સારુ કરી શકીએ છીએ. સામાન્ય માછીમારો, બંને દેશોના સૌથી ગરીબ પીડિત લોકો છે. સરકાર સમુદ્રી સીમાના મુદ્દાઓને ઉકેલી શકી નથી. એવામાં તેમને બંદી ના બનાવવા જોઈએ। અમુક વર્ષો બાદ માછીમારોની મુક્તિ તો થાય છે પરંતુ તેમની નૌકાઓ અને જરુરી સામાન જે સાથે હોય છે તેને પાછો આપવામાં નથી આવતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
