ભારતીય રેલવે દ્વારા 3 ટ્રેનોનો કરાયો શુભારંભ, જાણો રૂટ અને સમય
Railway News: ભારતીય રેલવે આપણા દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ, તેજસ રેક વાળી રાજધાની એક્સપ્રેસ જેવી પ્રીમિયમ ટ્રેનોની વિશાળ શ્રેણી સાથે-સાથે અમૃત ભારત એક્સપ્રેસ, નમો ભારત રેપિડ રેલ જેવી મેઇલ/એક્સપ્રેસ/પેસેન્જર ટ્રેનો સાથે ભારતીય રેલવે દેશભરના લોકોને જોડવામાં ગર્વ અનુભવે છે.

નવી ત્રણ ટ્રેનોની થઈ શરૂઆત
આ આધુનિક અને કાર્યક્ષમ પરિવહન દ્વારા ક્ષેત્રીય વિકાસને પ્રોત્સાહન આપવા, ગતિશીલતાને સશક્ત બનાવવા અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવાના ભારતીય રેલવેના મિશનને દર્શાવે છે. ભારતીય રેલવે દ્વારા ક્ષેત્રીય સંપર્ક અને મુસાફરોની સુવિધા વધારવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા આ ક્ષેત્રોના લોકોની માંગને પહોંચી વળવા માટે 3 નવી ટ્રેનો શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટ્રેનોનો ઉદ્દેશ્ય દેશને સાંસ્કૃતિક રૂપથી સમૃદ્ધ શહેરો, ઔદ્યોગિક કેન્દ્રો અને મુખ્ય આર્થિક ગલિયારોને જોડવાનો છે.
ટ્રેન નંબર 19201/19202 ભાવનગર-અયોધ્યા એક્સપ્રેસનો શુભારંભ
Bhavnagar Ayodhya Train: ભાવનગરના લોકોની માંગણીને પૂર્ણ કરીને, ભારતીય રેલવેએ ભાવનગર અને અયોધ્યા વચ્ચે એક નવી ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન સેવા યાત્રાળુઓ, પ્રવાસીઓ તેમજ વ્યવસાય અને રોજગાર માટે મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત સુવિધાજનક રહેશે. જેથી લોકોને વિવિધ સ્થળો સાથે જોડવામાં મદદ કરશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યટનને વેગ મળશે, રોજગારની તકો ઉભી થશે અને ક્ષેત્રોનો સમગ્ર વિકાસ થશે. ટ્રેન નંબર 19201 ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ ની નિયમિત સેવા 11 ઓગસ્ટ, 2025થી રહેશે. આ ટ્રેન દર સોમવારે 13:50 વાગ્યે ભાવનગર ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 18:30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે.
અયોધ્યા-ભાવનગર એક્સપ્રેસ દર મંગળવારે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી ઉપડશે
તેવી જ રીતે, ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ દર મંગળવારે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી 22:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે (ગુરુવારે) 04:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે દોડશે.
આ ટ્રેન આ શહેરોમાંથી પસાર થશે
સ્ટોપેજ: ભાવનગર પરા, સિહોર (ગુજરાત), ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિસનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ અને બારાબંકી સ્ટેશન.
નિયમિત ટ્રેન સેવાઓ ક્યારે શરૂ થશે તે જાણો
11 ઓગસ્ટ, 2025થી ભાવનગરથી અને 12 ઓગસ્ટ, 2025થી અયોધ્યા કેન્ટથી નિયમિત સેવા શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં એક વાર દોડશે. આ ટ્રેનમાં 22 કોચ હશે જેમાં એસી 2-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ, જનરલ ક્લાસ અને પાર્સલ/લગેજ વાનનો સમાવેશ થાય છે. સમગ્ર રૂટનું વીજળીકરણ કરવામાં આવશે અને ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવશે. ટ્રેનનું પ્રાથમિક જાળવણી ભાવનગર ખાતે કરવામાં આવશે.
ટ્રેન નંબર 20151/20152 પુણે-રીવા એક્સપ્રેસનો શુભારંભ
ટ્રેન નંબર 20151 પુણે (હડપસર) - રીવા (સાપ્તાહિક) એક્સપ્રેસ દર ગુરુવારે પુણે (હડપસર) થી બપોરે 3:15 કલાકે ઊપડશે અને બીજા દિવસે 17:30 કલાકે રીવા સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 7 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે ચાલશે. આજ રીતે, ટ્રેન નંબર 20152 રીવા - પુણે (હડપસર) એક્સપ્રેસ દર બુધવારે રીવા સ્ટેશન પરથી 6:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે (ગુરુવારે)9:45 કલાકે પુણે (હડપસર) પહોંચશે. આ ટ્રેન 6 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે ચાલશે. આ ટ્રેન દૌંડ કોર્ડ લાઇન, અહમદનગર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, વર્ધા, નાગપુર, ગોંદિયા, બાલાઘાટ, નૈનપુર, જબલપુર, કટની અને સતના સ્ટેશન પર ઉભી રહેશે, ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર (ઇકોનોમી), સ્લીપર કલાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ.
ટ્રેન સંખ્યા 11701/02 જબલપુર-રાયપુર એક્સપ્રેસનો શુભારંભ
ટ્રેન સંખ્યા 11701 રાયપુર-જબલપુર (પ્રતિદિન) એક્સપ્રેસ રાયપુરથી 14:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22:45 વાગ્યે જબલપુર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 4 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે દોડશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 11702 જબલપુર-રાયપુર (પ્રતિદિન) એક્સપ્રેસ દરરોજ જબલપુર સ્ટેશનથી 06:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:50 વાગ્યે રાયપુર પહોંચશે. આ ટ્રેન 5 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે દોડશે. ટ્રેન દુર્ગ, રાજનાંદગાંવ, ડોંગરગઢ, ગોંદિયા, બાલાઘાટ, નૈનપુર અને મદન મહેલ સ્ટેશન પર ઉભી રહેશે અને ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
