હવે ગુજરાતમાં ઠંડી વધશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં આ દિવસોમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત તેમજ પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં ઠંડીએ જોર પકડ્યું છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી તેની અસર વર્તાઈ રહી છે, જેના પગલે હવામાન વિભાગે કેટલીક નવી આગાહીઓ જાહેર કરી છે.

વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન તાપમાન જળવાઈ રહેશે, પરંતુ પૂર્વ તરફથી ફૂંકાતા પવનો ઠંડીનું પ્રમાણ વધારશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ઠંડીના ચમકારાનો અનુભવ થશે. જો કે, હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આજથી ધીમે ધીમે તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો નજીવો વધારો થવાની શક્યતા છે.
આગાહી મુજબ, ૨૩ ડિસેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન સૂકું રહેશે અને હાલ ક્યાંય પણ વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ, ૨૨ ડિસેમ્બર આસપાસ ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવશે. તે પહેલાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. આ હિમવર્ષાની અસર હેઠળ ૨૭ ડિસેમ્બરની આસપાસ ઠંડીનું જોર વધશે અને હવામાન ફરી એકવાર બદલાશે.
દેશના અન્ય ભાગોમાં પંજાબથી ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને ઓડિશા સુધીના વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
આ પરિસ્થિતિને કારણે પ્રવાસીઓને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ગાઢ ધુમ્મસ જાહેર અને ખાનગી પરિવહન વ્યવસ્થાને ગંભીર રીતે અસર કરી રહ્યું છે. અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે, જ્યારે નબળી વિઝિબિલિટીને કારણે રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
