independence day 2021: સ્વતંત્રતા દિવસે સીએમ રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજવંદન કરી 5 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત
75 માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જૂનાગઢમાં બિલખા રોડ રોડ પર પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી રાજ્યને સંબોધન કર્યુ હતું.
75 માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જૂનાગઢમાં બિલખા રોડ રોડ પર પરેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કરી રાજ્યને સંબોધન કર્યુ હતું. સીએમ રૂપાણીએ ''લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપી રાજ્યમાં 5 લાખ નવા ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી.

સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે વિજય રૂપાણી જૂનાગઢ ખાતે બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ધ્વજ વંદન કર્યુ હતું. ધ્વજ વંદન દરમિયાન આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાઈ હતી. રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુખ્ય સચિવ, મુખ્ય અધિક સચિવ સહિતના અધિકારીઓએ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.
ધ્વજ બાદ રૂપાણીએ નાગરિકોને સંબોધતા 'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ' નું સૂત્ર આપી લોકોને દેશહિતમાં કામ કરવા કહ્યું હતુ. સ્વતંત્રતા દિવસના આ પ્રસંગે મુખ્યમંત્રીએ 10 હજાર બોડી વોર્ન કેમેરા અને 15 ડ્રોન કેમેરાનો પોલીસ સિસ્ટમમાં સમાવેશ કર્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ સહિત વિવિધ જગ્યાઓએથી બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
સીએમ વિજય રૂપાણી નાગરિકોને સંબોધતા જણાવ્યુ હતુ કે, આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું. રૂપાણીએ પોતાના સંબોધનમાં વેક્સિનેશન પર ભાર મુકતા કહ્યું હતુ કે, ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતન મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે. કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું. વધુમાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું. નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાયા છે. રાજ્યની નગરપાલિકાઓ સુવ્યવસ્થિત કામ કરે તે માટે તેને પ્રોત્સાહિત કરવા સ્ટાર રેન્કિંગ સિસ્ટમ અપનાવવામાં આવશે. રાજ્યના ખેડૂતો ખેતરમાં ગોડાઉન બનાવે તો તેમાં 30ના બદલે 50 હજાર રૂપિયા સબસિડી આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
