વલસાડમાં ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય થીમ પર વીજ ઉત્સવ મનાવાયો!
વલસાડમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યના સૂત્રને સાકાર કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વલસાડ કચેરી દ્વારા મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં વીજ ઉત્સવ ઉજવાયો હતો.
વલસાડમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યના સૂત્રને સાકાર કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વલસાડ કચેરી દ્વારા મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં વીજ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં કુટિર યોજનાના લાભાર્થીઓને સહાયના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

દેશભરમાં તા. 30 જુલાઈ સુધી વીજ ઉત્સવ મનાવાય રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં યોજાયેલા વીજ ઉત્સવમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી પારડી તાલુકા પંચાયતના પ્રમુખ મિતલબેન પટેલે જણાવ્યું કે, ભારતની વીજ ઉત્પાદનની ક્ષમતા 2014માં 2,48,554 મેગાવોટ હતી જે આજે વધીને 4,00,000 મેગાવોટ થઈ છે જે આપણી માંગ કરતા 1,85,000 મેગાવોટ વધુ છે. આ વીજ વધારાને લીધે ભારત હવે તેના પાડોશી દેશોમાં વીજળીની નિકાસ કરી રહ્યું છે. દેશમાં જે ટ્રાન્સમિશન લાઈન હયાત છે તેમાં 1,63,000 સર્કિટ કિમીની ટ્રાન્સમિશન લાઈન ઉમેરી સમગ્ર દેશને એક જ ફ્રિકવન્સી પર ચાલતી એક જ ગ્રીડમાં જોડી છે. આ ગ્રીડનો ઉપયોગ કરીને આપણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે 1,12,000 મેગાવોટ વીજળી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. છેલ્લા 5 વર્ષમાં ભારતે કુલ રૂ. 2,01,722 કરોડના ખર્ચે વીજ વિતરણ માળખાને મજબૂત બનાવ્યું છે. આવી અનેક ઉપલબ્ધિઓ ભારત સરકાર દ્વારા વીજ ક્ષેત્રે હાંસિલ કરી છે. વાત કરીએ વલસાડ જિલ્લાની તો ગ્રામિણ વિસ્તાર માટે અતિ મહત્વની એવી દિન દયાળ ઉપાધ્યાય ગ્રામિણ જ્યોતિ યોજના અંતર્ગત વર્ષ 2015થી 2018 દરમિયાન રૂ. 2765.29 લાખ તેમજ તત્કાલિન પાવર સુધારણા યોજના અંતર્ગત વર્ષ 2019 સુધીમાં રૂ. 917 લાખનો ખર્ચ કરી વલસાડના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વીજ માળખાને સુદઢ કરી ગ્રાહકોને વધુ સારી ગુણવત્તાવાળો વીજ પુરવઠો આપી શકાયો છે. વર્ષ 2021-22માં ગુજરાત સરકારની ટીએએસપી યોજના હેઠળ 987 કૂવાઓનું વીજળીકરણ રૂ. 1628.06 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. વિતરણ પાવર સુધારણા યોજના હેઠળ પણ કેન્દ્ર સરકારે રૂ. 18600 કરોડનું બજેટ ફાળવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાથી પ્રજાનું જીવન ધોરણ ઉપર આવ્યું છે.
વીજ ઉત્સવની ઉજવણીમાં વીજ કંપનીની બહેનો દ્વારા વીજ સરંક્ષણથી વીજ બચત વિષય ઉપર નુક્કડ નાટક ભજવાયું હતું. જેમાં વિવિધ યોજનાથી છેવાડાના લોકોને શું લાભ થયા તેની માહિતી રજૂ કરી હતી. કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ જેવી કે, ઘર ઘર વીજળી, કુટિર જ્યોતિ યોજના, વિતરણ વ્યવસ્થા સુધારણા, ગામડાનું વિદ્યુતિકરણ, વન નેશન વન ગ્રીડ, રિન્યુએબલ એનર્જી અને ગ્રાહકોના અધિકાર અંગે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. ઘડોઈ ગામના મંડળની બહેનોએ ઘેરીયા નૃત્ય કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
