છેલ્લા બે વર્ષમાં ભિલોડા તાલુકામાં 6 લાખ 5 હજાર રોપાનું વાવેતર કરાયું
ગુજરાતમાં વનીકરણને સતત વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે છેલ્લા બે વર્ષમાં ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ અંતર્ગત 55 ગામોમાં 775.83 લાખના ખર્ચે 927 હેક્ટર વિસ્તારમાં 6 લાખ 5 હજાર રોપાનું વાવેતર કરાયું છે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલેે જણાવ્યુ કે, ક્લાયમેટ ચેન્જની અસરથી વિશ્વ ચિંતિત છે ત્યારે રાજ્ય સરકાર વનના સંરક્ષણ માટે કાર્યશીલ છે. જેના માટે ક્ષેત્રીય અને સામાજિક વનીકરણને વિશેષ મહત્વ આપી રહી છે.

અરવલ્લીના ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડાએ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ સંદર્ભે વિધાનસભાગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો, જેના પ્રત્યુત્તરમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે, ભિલોડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ નાણાંકીય વર્ષ 2022-23માં 30 ગામોમાં 582 હેક્ટર વિસ્તારમાં 3 લાખ 42 હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું જે માટે કુલ 468.07 લાખ ખર્ચ કરવામાં આવ્યો હતો.
તેજ રીતે વર્ષ 2023-24માં 25 ગામોમાં 345 હેક્ટર વિસ્તારમાં 2 લાખ 63 હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે જે માટે કુલ રૂ. 307.76 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા બે વર્ષમાં ભિલોડા તાલુકાના 55 ગામમાં 927 હેક્ટર વિસ્તારમાં 6 લાખ 5 હજાર રોપા વાવેતર કરવામાં આવ્યું જે પેટે કુલ રૂ.775.83 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
